Ahmedabad : અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

ઈસ્કોન બ્રિજના અકસ્માત બાદ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. નાકાબંધી કરીને વાહન ચેકીંગ હાથ ધર્યું છે. સ્પીડ ગન અને બ્રેથ એનલાઈઝરની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક વાહન ચાલકો પીધેલી હાલતમાં ઝડપાઈ રહ્યા છે. કેટલાકની પાસે દારુની બોટલો પણ મળી આવી છે.

by Dr. Mayur Parikh
Police alert after accident in Ahmedabad, vehicle checking drive at more than 100 places

News Continuous Bureau | Mumbai

Ahmedabad : ઈસ્કોન બ્રિજના અકસ્માત બાદ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. નાકાબંધી કરીને વાહન ચેકીંગ હાથ ધર્યું છે. સ્પીડ ગન અને બ્રેથ એનલાઈઝરની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક વાહન ચાલકો પીધેલી હાલતમાં ઝડપાઈ રહ્યા છે. કેટલાકની પાસે દારુની બોટલો પણ મળી આવી છે.

ખાસ કરીને સિંધુ ભવન રોડ પર મોટી સંખ્યામાં યુવાનો મોડી રાત સુધી બેઠા રહે છે.

100થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. રોડ સેફ્ટી માટે બોડીવોર્ન કેમેરા, સ્પીડ ગન, બોડી વોર્ન કેમેરા, બ્રિથ એનલાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેથી પુરતા પુરાવા સાથે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Palak tiwari  : પલક તિવારી ને કદરૂપી રાખવા માતા શ્વેતા તિવારી કરતી હતી આ કામ, અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ 

તથ્ય કાંડની ઘટના બાદ ઈસ્કોન બ્રિજ પરના અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા છે ત્યારે અમદાવાદ શહેરના રોડને રેસિંગ કારની જેમ ચલાવતા યુવાનોને સબક શિખવવા માટે પોલીસ હવે એલર્ટ બની છે. જો કે, અગાઉ પણ સ્ટંટ કરતા વીડિયો સામે આવ્યા હતા ત્યારથી આ મામલે કડકાઈ વધારવાની વધુ જરુર હતી. જો કે, હવે પોલીસે શહેરમાં ડ્રાઈવ શરુ કરી છે. જેમાં રાત્રિ દરમિયાન આ ડ્રાઈવ સઘન રીતે ચલાવવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More