News Continuous Bureau | Mumbai
Jagannath Puri Temple: ઓડિશા પોલીસે પુરીના જગન્નાથ મંદિરમાં અનધિકૃત પ્રવેશ ( unauthorized entry ) માટે નવ બાંગ્લાદેશીઓને અટકાયતમાં લીધા છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે વિશ્વ હિંદુ પરિષદના કેટલાક કાર્યકરોએ ફરિયાદ કરી હતી કે ઘણા બિન-હિન્દુ બાંગ્લાદેશીઓ 12મી સદીના મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે અને મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
જે બાદ સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને રવિવારે સાંજે નવ બાંગ્લાદેશીઓને ( Bangladeshis ) અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ફરિયાદ મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ તેમણે પ્રવાસીઓને ( tourists ) પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. એડિશનલ પોલીસ કમિશનરે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમને ફરિયાદ મળી છે કે બાંગ્લાદેશથી કેટલાક બિન-હિન્દુ લોકો ( Non-Hindu people ) મંદિરમાં પ્રવેશ્યા હતા. તેથી અમે નવ બાંગ્લાદેશીઓને અટકાયતમાં લીધા છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે.
પુરીમાં મંદિરના નિયમો અનુસાર મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે..
પુરીમાં મંદિરના નિયમો અનુસાર મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે. તેથી જો તેઓ બિન-હિન્દુ હોવાનું જણાશે, તો આ શખ્સો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ તેમના પાસપોર્ટની તપાસ કરી રહી છે. જેમાં જાણવા મળ્યું છે કે તેમાંથી એક હિંદુ છે. જો કે અન્ય લોકોના પાસપોર્ટ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અટકાયત કરાયેલા નવ લોકોમાંથી માત્ર ચાર શખ્સો જ મંદિરમાં પ્રવેશ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Pakistan Rain: પાકિસ્તાનમાં પૂરે તબાહી મચાવી, 37 લોકોએ જીવ ગુમાવ્યા; અનેક ઘાયલ… જાણો વિગતે..
ઉલ્લેખનીય છે કે, જગન્નાથ મંદિરના નિયમો અનુસાર, મંદિરમાં બિન-હિન્દુઓ અને માંસ ખાનારાઓને મંજૂરી નથી. તાજેતરમાં જ યુટ્યુબર કામ્યા જાનીની જગન્નાથ મંદિરની મુલાકાતને લઈને ઘણો વિવાદ થયો હતો. વિવાદ એ વાતને લઈને હતો કે કામ્યા જાની બીફ ખાય છે અને તે મંદિરમાં પ્રવેશી હતી, જ્યારે બીફ ખાનારાઓને મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે. જોકે, કામ્યાએ ત્યાર પછી એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે બીફ નથી ખાતી.