ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
કેરળમાં એક વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કોર્ટે પાલા બિશપ માર જોસેફ કલ્લારંગટના વિરુદ્ધમાં નારકોટિક જિહાદના આરોપમાં પોલીસને કેસ નોધવાનો આદેશ આપ્યો છે. પ્રથમ શ્રેણી મેજિસ્ટ્રેટના કોર્ટે પોલીસને કેથલિક બિશપના વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. આમા જુદા જુદા સમુદાયના વચ્ચે ધર્મ, જાતિ અને ભાષાના આધાર પર નફરત ફેલાવવાની કલમ 155-એ સિવાય અન્ય કલમો લગાવામાં આવી છે. કોર્ટનો આ આદેશ ઈમામ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કુરાવિલાંગડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે.
બિશપના પ્રવકતાની તરફથી આ કાર્યવાહી બાબતે કોઈ જાણ હોવાનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે નોટિસ મળ્યા બાદ તેના પર કાયદાકીય રીતે જવાબ આપવામાં આવશે. બિશપના વિરુદ્ધ કેસ નોંધાયા બાદ કેરળ છાત્ર સંઘ સહિત અનેક મુસ્લિમ સંગઠનોએ સ્વાગત કર્યુ છે.
મહાવિકાસ આઘાડીના હવે આ પ્રધાન પર ભાજપે સાધ્યું નિશાન, માગ્યુ રાજીનામું ; જાણો વિગત
કેરળના સાયરો માલાબાર ચર્ચ સંબંધિત પાલા બિશપ માર જોસેફ કલ્લારંગટે કહ્યું હતું કે લવ જિહાદ અને નારકોટિક જિહાદ અંતગર્ત ગેર મુસ્લિમ અને ખાસ કરીન ખ્રિસ્તી ધર્મની યુવતીઓને પ્રેમમાં ફસાવવામાં આવે છે. તથા તેમનું ધર્માતરણ કરીને તેમનું શોષણ કરવામા આવે છે. ત્યારબાદ તેમને આંતકવાદની દલદલમાં ફસાવવામાં આવે છે.