કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી હજારો કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયા બાદ રાજ્યમાં ફરીથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક પોલીસે 66 કિલો ડ્રગ્સ પકડ્યું છે, જેની અંદાજિત કિંમત 350 કરોડ છે.
પોલીસ દ્વારા ઝડપાયેલા ડ્રગ્સના જથ્થામાં 16 કિલો હેરોઇન જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ સામેલ છે.
હાલ સમગ્ર મામલે પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુન્દ્રામાંથી 3 હજાર કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જો કે, આ વખતે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે દ્વારકાના દરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
૧૨૦૦ બેનામી ખાતા અને કરોડો રૂપિયાના ગોટાળા. કિરીટ સોમૈયાએ સહકાર મંત્રાલયને જોરદાર રિપોર્ટ સોંપી.
Join Our WhatsApp Community