News Continuous Bureau | Mumbai
રાજસ્થાન(Rajasthan)ના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ(Political drama) શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર ફાટે જેવી હાલત થઈ ગઈ છે. કોંગ્રેસ(Congress)ના અધ્યક્ષ પદની નિમણૂક અને ચૂંટણી હવે કોંગ્રેસ માટે જ આફતરૂપ બની ગઈ છે અને કોંગ્રેસના હાથમાંથી મહારાષ્ટ્ર(Maharashtra) બાદ રાજસ્થાન પણ જતું રહે એવા સંજોગો નિર્માણ થયા છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે(Congress High Command) મુખ્યમંત્રી અશોક ગેહલોત(CM Ashok Gehlot), પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ(Sachin Pilot), અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge) જેવા સિનિયર નેતાઓને તાત્કાલિક ધોરણે દિલ્હી બોલાવ્યા છે.
કોંગ્રેસ પ્રમુખ પદ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામાંકન દાખલ કરવાની તૈયારીમાં છે. તેથી ભાવિ મુખ્યમંત્રી માટે ગેહલોતના સ્થાને સચિન પાયલટ હાઈકમાન્ડની પસંદગી કરી છે, પરંતુ પાયલોટના નામને લઈને ગેહલોત કેમ્પ નારાજ છે. કોંગ્રેસ વિધાયક દળની બેઠક પહેલા જ ગેહલોત જૂથના 70 જેટલા ધારાસભ્યો(MLA)એ વિધાનસભાના અધ્યક્ષ ડો.સી.પી. જોશીને તેમના રાજીનામા સુપરત કર્યા હોવાના અહેવાલ છે. તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં ગેહલોતના સમર્થકો પહોંચ્યા ન હતા. આ પછી મીટીંગ કેન્સલ કરવી પડી હતી.
આ સમાચાર પણ વાંચો : રૂપિયા કમાવવાની લ્હાયમાં થાઈલેન્ડ જતા યુવાનો સાવધાન- ભારતીયો પાસેથી કરાવાય છે આવા કામ- સરકારે આપી ચેતવણી
બેઠક રદ્દ થયા બાદ તાજેતરની ઘટનાક્રમ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઈ રહી છે. અજય માકન, મલ્લિકાર્જુન ખડગે, ગેહલોત, પાયલટ, રઘુ શર્મા અને કેટલાક વરિષ્ઠ મંત્રીઓ બેઠકમાં હાજર હોવાનું માનવામાં આવે છે. મિડિયાના અહેવાલ અનુસાર બેઠકમાં ગેહલોત છાવણીના ધારાસભ્યોને મનાવવા અને તેમની વાત સાંભળવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. બીજી તરફ ગેહલોતનું સમર્થન કરી રહેલા ધારાસભ્યો પણ એક પછી એક મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ, અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેને દિલ્હી બોલાવ્યા છે. કેસી વેણુગોપાલે બંનેને ફોન કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આ સંદેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ચીનમાં સત્તા પરિવર્તનના એંધાણ- રાષ્ટ્રપતિ શી જિનપિંગ નજરકેદ- ચારે બાજુ ચર્ચા
આ પહેલા સચિન પાયલટ પોતાના સમર્થકો સાથે ધારાસભ્ય દળની બેઠક માટે મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા હતા, પરંતુ મોડી રાત્રે મીટીંગ ન થવાના કારણે તેઓ સ્થળ છોડી ગયા હતા. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્ય પ્રભારી અજય માકન અને ઓબ્ઝર્વર મલ્લિકાર્જુન ખડગેને મળવા હોટલ પહોંચ્યા હતા. ટૂંકી મીટિંગ બાદ ત્રણેય મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા પરંતુ કેટલાક ધારાસભ્યો ન મળવાને કારણે બેઠક રદ કરવામાં આવી હતી.
રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નારાજ હોવાનું કહેવાય છે. ત્યારે મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું હતું કે તમામ ધારાસભ્યો નારાજ છે. એટલા માટે તેઓ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપવા માંગે છે. જ્યારે સરકાર સંકટમાં હતી ત્યારે બધાએ સરકારને સાથ આપ્યો હતો પરંતુ હવે ધારાસભ્યોની વાત સાંભળવામાં આવી રહી નથી. જેના કારણે ધારાસભ્યો નારાજ છે.
આ દરમિયાન રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડે પણ ટ્વીટ કરીને સીએમ ગેહલોતના રાજીનામાની માંગ કરી છે. તેમણે લખ્યું કે રાજસ્થાનમાં વર્તમાન રાજકીય સ્થિતિ રાષ્ટ્રપતિ શાસન તરફ ઈશારો કરી રહી છે. મુખ્યમંત્રી, તમે નાટક કેમ કરો છો? કેબિનેટના રાજીનામા બાદ હવે શું વિલંબ? તમે પણ રાજીનામું આપો.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતના દરિયાકાંઠે ચરસની રેમલછેલ- હિરાકોટ બંદર નજીકથી અધધ આટલા લાખનું ચરસ ઝડપાયું