મહારાષ્ટ્રના એનસીપી સુપ્રીમો શરદ પવારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે કરી મુલાકાત, રાજકીય અટકળો તેજ 

by Dr. Mayur Parikh

રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર આજે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે બેઠક યોજી હતી.

કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં 2024માં પીએમ મોદીની વિરૂદ્ધ વિપક્ષનો ચહેરો કોણ હશે… તેના પર ચર્ચા થઇ હોઇ શકે છે.

સત્તાવાર રીતે તો આ બંગાળ અને તમિલનાડુની ચૂંટણી સાથે સંકળાયેલી એક આભાર મુલાકાત છે.

પ્રશાંત કિશોરના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે તેઓ તે દરેક નેતા સાથે મુલાકાત કરવાના છે કે જેમણે મમતા બેનર્જી અને એમકે સ્ટાલિનનું ચૂંટણીમાં સમર્થન કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે ડીએમકે અને ટીએમસીએ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિજય મેળવ્યા પછી પીકેની પવાર સાથેની આ પહેલી મુલાકાત છે. 

કુલભૂષણ જાધવ મામલે ઘૂંટણીયે પડ્યું પાકિસ્તાન; કુલભૂષણ જાધવ ફાંસીની સજા વિરુદ્ધ કરી શકશે હાઇકોર્ટમાં અરજી, પાકિસ્તાનની સંસદે આ બિલને આપી મંજૂરી 
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More