રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર આજે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે બેઠક યોજી હતી.
કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં 2024માં પીએમ મોદીની વિરૂદ્ધ વિપક્ષનો ચહેરો કોણ હશે… તેના પર ચર્ચા થઇ હોઇ શકે છે.
સત્તાવાર રીતે તો આ બંગાળ અને તમિલનાડુની ચૂંટણી સાથે સંકળાયેલી એક આભાર મુલાકાત છે.
પ્રશાંત કિશોરના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે તેઓ તે દરેક નેતા સાથે મુલાકાત કરવાના છે કે જેમણે મમતા બેનર્જી અને એમકે સ્ટાલિનનું ચૂંટણીમાં સમર્થન કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ડીએમકે અને ટીએમસીએ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિજય મેળવ્યા પછી પીકેની પવાર સાથેની આ પહેલી મુલાકાત છે.
