Site icon

સિનિયર સીટીઝનો માટે ખાસ ગણેશ વિસર્જન રથ તૈયાર કરાયો.. કૃત્રિમ તળાવમાં કરી શકશો વિસર્જન..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 ઓગસ્ટ 2020

 બે દિવસ બાદ ગણેશજી તમામ ના ઘરે પધારશે. પરંતુ આ વર્ષે કોરોના ને કારણે ગણેશોત્સવના આયોજન માં ઘરમુળ થી  ફેરફાર કરવામાં આવ્યા છે. વર્ષોથી જે રીતે આગમન અને વિસર્જન કરતા આવ્યા છે એ રીતે હવે નહીં કરી શકાય. વિસર્જન કરવા માટે મોટા મોટા ટ્રકમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જે તમારા ઘર આંગણે આવીને ગણેશ મૂર્તિ લઈને વિસર્જન કરી આપશે.. આ પહેલને "વિસર્જન આપલ્યા દ્વારી" નામ આપવામાં આવ્યું છે. આનો વિચાર કેવી રીતે આવ્યો??  એનાં જવાબમાં એક સંગઠન ના સભ્યએ કહ્યું કે "શહેરના અનેક સિનિયર સિટિઝનની ફરિયાદ આવી હતી કે ઘર આંગણે ગણેશ વિસર્જન કરવાની કોઈ સગવડ મળતી નથી.. કેટલાક સિનિયર સિટીઝન ના બાળકો વિદેશોમાં અટવાઈ ગયા છે, જ્યારે ઘણા લોકો ઘરમાં એકલા રહે છે. આ તમામની દ્વિધા ને ધ્યાનમાં રાખી, મૂંઝવણનો ઉકેલ શોધવામાં આવ્યો છે.. બાંધકામ ક્ષેત્રે વપરાતી ટ્રકો ભાડે લેવામાં આવી છે. આ ટ્રકમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને આખી ટ્રકને ફૂલોથી શણગારીને રથ તૈયાર કરાયો છે. આ રથ તારા બારણે આવી મૂર્તિ વિસર્જન માં મદદરૂપ થશે. 

આની વ્યવસ્થા કરનાર સંગઠનના લોકોનું કહેવું છે કે, પ્રશાસન પાસે જરૂરી પરવાનગી પણ તેઓએ લઈ લીધી છે. દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછી એક ટ્રક મુકવાનો તેમનો ઇરાદો છે. અત્યારે આવા 36 રથ તૈયાર થઈ ગયા છે. આ સંગઠનને ખાસ રોડ મેપ પણ તૈયાર કર્યો છે. જેથી અંતિમ ઘડીએ કોઇ અવ્યવસ્થા ન સર્જાય.. આમ હોવી સીનીયર સિટીઝનો અને એકલા રહેલાં નાગરિકોએ ગણપતી વિસર્જન ની ચિંતા કરવાની રહેતી નથી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version