ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 ડિસેમ્બર 2020
જમ્મુ કાશ્મીર ભારતનો જ ભાગ હોવા છતાં હજુ પણ ત્યાં બહુ ઓછી મહિલાઓ જાહેર સેવામાં ઓછી જોવા મળે છે. પરંતુ, હવે કહી શકાય કે કલમ 370 રદ્દ થયા બાદ મહિલાઓ પોતાનાં મનગમતા વ્યવસાયમા આગળ આવી રહી છે. આનું જીવંત ઉદાહરણ છે, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં રહેતી 30 વર્ષીય પૂજા દેવી. તે રાજ્યની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બની છે. તે જમ્મુ-કઠુઆ માર્ગ (માર્ગ) પર એક પેસેન્જર બસ ચલાવે છે.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં તેમની પહેલા કોઈ મહિલાએ પેસેન્જર બસ ચલાવી નહોતી. મૂળરૂપે ડ્રાઇવિંગ ટ્રેનર પૂજા દેવીએ પ્રોફેશનલ ડ્રાઈવર બનવાના જુસ્સાને કારણે આ વ્યવસાય અપનાવ્યો. મહિલા ડ્રાઇવર પૂજાને દરેક સ્ટોપ પર અને કઠુઆથી જમ્મુ પાછા ફરવા માટે લોકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો તેની હિંમતની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
કઠુઆ જિલ્લાના દૂરસ્થ સંધાર-બસોહલી ગામમાં ઉછરેલી 30 વર્ષીય પૂજાએ જણાવ્યું હતું કે તે કિશોરવયથી કાર ચલાવવાનો શોખ હતો. તેને શરૂઆતથી ભારે વાહન ચલાવવાની ઇચ્છા હતી અને તે સ્વપ્ન હવે પૂરું થયું. કેમકે હું કોઈ અન્ય કામ કરી શકુ એટલી શિક્ષિત નહોતી.
બસ ડ્રાઈવર બનવાના નિર્ણય અંગે તેને પોતાના જ પરિવારમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પૂજાએ જણાવ્યું કે, પરિવારના સભ્યો અને સાસરાવાળાઓ આ વ્યવસાયની વિરુદ્ધ હતાં, પૂજા દેવીએ કહ્યું કે, તેમણે પરિવારના સભ્યો અને સબંધીઓના વિરોધ છતાં પ્રોફેશનલ ડ્રાઈવર બનવાના સ્વપ્નાને આગળ ધપાવવાનું નક્કી કર્યું હતું. અને હિંમત હારી ન હતી.
પૂજાએ પ્રોફેશનલ ડ્રાઈવર બનવાના નિર્ણય વિશે જણાવ્યું હતું કે, આજે મહિલાઓ લડાકુ વિમાનો ઉડાવી રહી છે. ડૉકટર, પોલીસ ઓફિસર બની રહી છે. હું તે તમામ મહિલાઓને સંદેશ આપવા માંગતી હતી. જે પડકારજનક નોકરીઓ પર હાથ અજમાવવા માંગે છે અને પરિવારો તેમના સપના પૂરા થવા દેતા નથી.
પૂજા દેવીએ જણાવ્યું કે તેને જમ્મુ-કઠુઆ-પઠાણકોટ માર્ગ સૌથી વ્યસ્ત મળ્યો છે. આ હાઇવે પર બસ ચલાવવી સારા ડ્રાઇવરો માટે પણ મુશ્કેલ છે કારણ કે ટ્રાફિક ખૂબ વધારે છે, પરંતુ, મેં હંમેશા તેનું સ્વપ્ન જોયું હતું. પ્રથમ ડ્રાઇવ બાદ જ મારો આત્મ વિશ્વાસ વધી ગયો હતો.