ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
વિધાનસભા સત્ર શરૂ થવા ના એક દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે તેમના વનમંત્રી સંજય રાઠોડ નું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. જો રાજ્ય સરકાર આ જાહેરાત ન કરત તો ભારતીય જનતા પાર્ટી વિધાનસભાના સત્રમાં ભયંકર વિરોધ કરવાની હતી. જોકે સંજય રાઠોડ નું રાજીનામું લઈ લેવાના સમાચારને કારણે ભારતીય જનતા પાર્ટીએ કૂણું વલણ અખત્યાર કર્યું.
હવે એવા સમાચાર સામે આવ્યા છે કે સંજય રાઠોડે આપેલું રાજીનામું રાજ્યપાલને મોકલવામાં નથી આવ્યું. જો રાજ્યપાલને રાજીનામું ન મોકલવામાં આવ્યું હોય તો તે વ્યક્તિ ટેકનિકલી મંત્રી માંથી બાકાત થતો નથી. આમ ઉદ્ધવ ઠાકરે એક તરફ વિપક્ષ અને ઠંડા પાડી દીધા ત્યારે બીજી તરફ પોતાના મંત્રી ને બચાવી લીધા.