Porbandar-kochuveli train :બ્લોકના કારણે ટ્રેન પર થશે અસર, પોરબંદર-કોચુવેલી ટ્રેન ઓગસ્ટ મહિનામાં આ તારીખ દરમિયાન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી જશે

Porbandar Kochuveli Train Will Run From 03, 10 And 17 August To Ernakulam Junction Station

News Continuous Bureau | Mumbai
Porbandarkochuveli train :દક્ષિણ રેલ્વે ના કોચુવેલી રેલ્વે સ્ટેશન યાર્ડ ખાતે પીટ લાઇનની જાળવણી અને સમારકામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20910 પોરબંદરકોચુવેલી એક્સપ્રેસ 03.08.2023, 10.08.2023 અને 17.08.2023 ના રોજ શરૂ થનારી એર્નાકુલમ જંકશન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે ઉપરોક્ત દિવસોમાં ચાલતી ટ્રેન પોરબંદરથી એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી દોડશે અને કોચુવેલી સ્ટેશને જશે નહીં. આમ આ ટ્રેન એર્નાકુલમ અને કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ કારણોસર ટ્રેન નંબર 20909 કોચુવેલી – પોરબંદર એક્સપ્રેસ 06.08.2023, 13.08.2023 અને 20.08.2023 ના રોજ શરૂ થતી કોચુવેલી સ્ટેશનને બદલે એર્નાકુલમ જંકશન સ્ટેશનથી ઉપડશે અને કોચુવેલી – એર્નાકુલમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો  : Indigo tail strikes: એર ઈન્ડિયા પર ડીજીસીએની કડક કાર્યવાહી, ફટકાર્યો અધધ 30 લાખનો દંડ, જાણો શું છે મામલો..