News Continuous Bureau | Mumbai
Porbandar Beach Clean Up: મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બીચ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં.
પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે તે અંગે જન જાગૃતિ આવે અને દરિયામાં પ્રદૂષણ ન થાય અને જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તેવા હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.
કેન્દ્રીય મંત્રીએ ( Mansukh Mandaviya ) જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ 10 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. પરંતુ સ્વચ્છતાએ વ્યક્તિનો મહત્વનો એક ભાગ છે. તે માટે પૂજ્ય ગાંધીજી દ્રારા વર્ષો પહેલા સમાજ સ્વચ્છતાનો વિચાર સમાજમાં મૂકવામાં આવ્યો હતો.
આપણી તંદુરસ્તી, આરોગ્ય,વ્યવસ્થાઓની જાળવણી એ સ્વચ્છતાના એક વાક્યમાં સમાઈ જાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનના આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે માય ભારતનાં 1 લાખથી વધુ વોલિન્ટિયર્સ ( My Bharat Volunteers ) દ્વારા ૭૦૦૦ કિલોમીટર દરિયા કિનારાના 1000 સ્થાન પર યુવાનોએ સ્વચ્છતાની રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિકરણ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
गांधी जयंती पर पोरबंदर, गुजरात में प्रधानमंत्री @NarendraModi जी के स्वच्छ भारत अभियान से जुड़कर #MYBharat के युवा साथियों के साथ पोरबंदर के तट को ‘Single Use Plastic’ से मुक्त करने के अभियान में हिस्सा लिया।
आइए, देश को स्वच्छ रखने का संकल्प लें। #10YearsOfSwachhBharat pic.twitter.com/VLNqzNK5dX
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 2, 2024
વધુમાં તેમને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા તેમજ ઘર અને આંગણા સ્વચ્છ રહે તે માટે સ્વચ્છાગ્રહી બનીને પ્રધાનમંત્રીશ્રીનું સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરીએ તેમ વધુમાં ઉમેર્યું હતું.
આ સફાઈ અભિયાન ( My Bharat ) થકી બીચ પરથી પ્લાસ્ટિકની નકામી બોટલો, તૂટી ગયેલા ગ્લાસ, વનસ્પતિના પાંદડાઓ, માછલી પકડવાની તૂટી ગયેલી જાળી સહિત નકામો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. અને ચોપાટી ( Porbandar ) પર સફાઈ અભિયાન દ્વારા પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરી પ્લાસ્ટિક સમુદ્રમાં નહીં નાખવાનો એક ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : PM Modi Mementos: PM મોદીને મળેલી સ્મૃતિચિહ્નોની ઈ-ઓક્શનની સમય મર્યાદા લંબાવવામાં આવી, હવે આ તારીખ સુધી લઈ શકશો હરાજીમાં ભાગ
આ ચોપાટી સફાઈ અભિયાનમાં ( Beach cleaning campaign ) નગરપાલિકાના પ્રમુખ શ્રી ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેકટર શ્રી એસ .ડી ધાનાણી, નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અધિકારી શ્રી દુષ્યંત ભટ્ટ, નેહરુ યુવા કેન્દ્ર પોરબંદરના અધિકારી શ્રી મેઘા સોનાવાલ સહિતનાં વિદ્યાર્થીઓ, યુવાઓ અને નાગરિકો જોડાયા હતાં.
આજ રોજ અહિંસા, શાંતિ અને સત્યના ઉપાસક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે ગાંધી જન્મભૂમિ પોરબંદર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ પ્રેરીત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત #MYBharat ના યુવા મિત્રો સાથે પોરબંદર સમુદ્રકાંઠાને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’થી મુક્ત કરવાના… pic.twitter.com/co7hH8GXKE
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) October 2, 2024
બાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સર્વધર્મ પ્રાર્થનામાં પણ સહભાગી થયા હતા.
જયા કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે, રાજ્યશાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂજ્ય મહાત્મા ગાંધીજી વિશ્વને ચીંધ્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આપેલા દર્શનનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે. પૂજ્ય બાપુના દર્શન અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે. આપણે પણ મહાત્મા ગાંધીએ ચિંધેલા રાહ પર આગળ વધી ભારતને વિકસિત ભારત બનાવીએ તેમ જણાવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        