News Continuous Bureau | Mumbai
પોરબંદર(Porbandar) રેડક્રોસ દ્વારા સભ્યની નોંધણી શરૂ કરાઇ. રેડક્રોસ સોસાયટી વિશ્વની સૌથી મોટી માનવતાવાદી સંસ્થા છે. આ સંસ્થાના સભ્ય હોવું એ પણ ગૌરવ ગણાય છે. પૂજ્ય મહાત્મા ગાંધી પણ રેડક્રોસના સ્વંયસેવક તરીકે કામ કરી ચુક્યા હતા આવી આ મહાન સંસ્થાના સભ્ય તરીકે લોક સેવામાં જોડાવા ઈચ્છતા સ્વંયસેવકોની પોરબંદર રેડક્રોસ(Redcross) દ્વારા નોંધણી શરૂ કરવામાં આવી છે. પોરબંદર રેડક્રોસ દ્વારા 12 પ્રકારના લોકસેવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ, પ્રાથમિક સારવાર તાલીમ, થેલેસેમિયા નાબુદી અભિયાન, ક્ષય નાબુદી અભિયાન, રાહતદરે લેબોરેટરી, ગરીબ દર્દીઓને ઘરે સારવાર માટે મફત મેડિકલ સાધનો, વિદ્યાર્થીઓ(Students) માટે જુનિયર અને યુથ રેડક્રોસ, રક્તદાન કેમ્પો(Blood Donation), સર્વરોગ નિદાન કેમ્પો વગેરે. આ સંસ્થાના સભ્ય હોવું એ પણ ગૌરવ ગણાય છે. આ માનવતાવાદી કાર્યોમાં જે લોકો પોતાની સેવા આપવા તૈયાર હોય તેવા સ્વંયસેવકોએ ભાવસિંહજી હોસ્પિટલ પાછળ આવેલ રેડક્રોસ ઓફીસ ખાતે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન પોતાનું ફોર્મ ભરી આપવા પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા અને સેક્રેટરી અકબર સોરઠીયાની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: Hair Care : વરસાદના મોસમમાં વાળને લગતી સમસ્યાઓને દૂર કરવા આ ટીપ્સને ફોલો કરો