News Continuous Bureau | Mumbai
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ હવામાન પલટાયું છે, અનેક વિસ્તારમાં ઉનાળાની ગરમીની વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આજે પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાનો છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ગાજવીજ સાથે તૂટી પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આ ઉપરાંત રાજ્યમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદી વરસી શકે છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. આગામી બે દિવસ ભારે પવન સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે ફાગણ મહિનામાં વરસાદીમાહોલ છવાયો છે. માવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે આ કમોસમી વરસાદથી ખેડુતોમાં ચિંતાનો વધારો થયો છે. વરસાદ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાથી ઘઉં સહિત રવિ પાકને થોડું નુકસાન થયું છે. જો કે, રાજ્યો પાસેથી રિપોર્ટ મેળવવાનો બાકી છે.
આ સમાચાર પણ વાંચો : યુએસ ફેડ રેટમાં વધારાને કારણે યુએસ ડોલર 7 સપ્તાહની નીચી સપાટીએ પહોંચતાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ચાંદીના ભાવ આજે 7 સપ્તાહની ટોચે છે