Site icon

Postal/Pension : હવે ઝડપથી આવી જશે ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ, અમદાવાદ ખાતે આ તારીખે યોજાશે ડાક અદાલત

Postal/Pension : અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

1992 Riots: Over 30 years after 1992 riots, court acquits man of murder

1992 Riots: 1992ના રમખાણોના 30 વર્ષ પછી, કોર્ટે હત્યાના આરોપીને નિર્દોષ જાહેર કર્યો.. જાણો આ સંપુર્ણ મુદ્દો શું છે…

News Continuous Bureau | Mumbai
ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ-380001 ખાતે તા. 26 જુલાઈ, 2023ને બુધવારના રોજ 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
ટપાલ સેવા સંબંધી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસિઝ (વિજિલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-380001 અને પેન્શનને લગતી ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસિઝ, પેન્શન સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-380001ને મોડામાં મોડી તા. 20 જુલાઈ, 2023 ગુરુવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો: NIA Raid in Maharashtra : મુંબઈ અને પુણેમાં NIAના દરોડા, 4ની ધરપકડ, ISIS મોડ્યુલનો પર્દાફાશ

Join Our WhatsApp Community
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version