News Continuous Bureau | Mumbai
પોસ્ટ ઓફિસમાં(post office) કામ કરનારા પોસ્ટ મેનો છેલ્લા થોડા દિવસથી હેરાન પરેશાન થઈ ગયા છે. કારણ કે તેમના માથા પર અજબ પ્રકારનું વધારાનું કામ નાખવામાં આવ્યું છે. આઝાદીના 75માં વર્ષની ઊજવણી(Independence Celebration) નિમિત્તે દેશભરમાં અમૃતમહોત્વની ઊજવણી(Amritamahotva celebration) થવાની છે, જે હેઠળ હર ઘર તિરંગાની ઝુંબેશ(Har Ghar Triranga Campaign) હાથ ધરવામાં આવી છે. તેથી પોસ્ટમેનોને(postmen) ટપાલને(mail) બદલે ઝંડા વેચવાનું કામ આપવામાં આવ્યું છે. તેનાથી મોટી સંખ્યામાં પોસ્ટમેનોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ દરેક પોસ્ટમેનને 10 ઝંડા વેચવાનો(Selling flags) ટાર્ગેટ આપ્યો છે. એક ઝંડાની કિંમત 25 રૂપિયા છે. ઉપરથી આવેલા ફરમાનને કારણે પોસ્ટમેનોને ટપાલ વેચાવાને બદલે ઝંડા રીતસરના વેચવાનું કામ કરવું પડી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ટૂંક સમયમાં સારવાર માટે જઈ શકશે સિંગાપુર- કોર્ટે આપી દીધી આ મંજૂરી- જાણો વિગતે
પોસ્ટમેનોને ઝંડા વેચવાનું કામ આપવામાં આવ્યું છે. ટપાલને બદલે ઝંડા વેચતા જોઈને લોકો તેમને શંકાની નજરે જોઈ રહ્યા છે એવી દલીલ અનેક પોસ્ટમેન કરી રહ્યા છે. આ કામ કરવાને બદલે અનેક પોસ્ટમેનો લાંબી રજા પર ઉતરી ગયા છે. તો અનેક પોસ્ટમેનો આ કામ કરવાનો ઈનકાર કરતા તેમને ઉપરથી ફરમાન આવ્યું હોવાથી આ કામ કરવું જ પડશે એવો આદેશ આપવામાં આવ્યો છે. જે પોસ્ટમેન ઝંડો નહીં વેચે તેની સામે ડીપાર્ટમેન્ટ કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હોવાનું કહેવાય છે. તેથી ડરના માર્યા અનેક પોસ્ટમેનો ઝંડા વેચતા દેખાઈ રહ્યા છે.