મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત લથડી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ વધી છે. તેમની તબિયત વધુ ખરાબ થતા હવાઈ માર્ગે પ્લેનથી સારવાર માટે મુંબઈ લઇ જવાયા છે.
પ્રજ્ઞાસિંહ ઠાકુરને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
