News Continuous Bureau | Mumbai
શિવસેના (Shivsena) શિંદે જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે (Pratap Sainaik) તુલજા ભવાની (Tulja Bhavani) ને 1.5 કિલો સોનું (Gold) અર્પણ કર્યું હતું. સરનાઇકે સહપરિવાર દેવીના દર્શન કર્યા અને તેમની મન્નત પૂર્ણ કરી. જેમાં તેમણે અડધા કિલોથી વધુ વજનની સોનાની પાદુકા અને 21 તોલા વજનનો હાર અર્પણ કર્યો હતો.
સરનાઈક પરિવારે દેવીના ચરણોમાં 37 લાખ રૂપિયાના દાગીના (jewelery) અર્પણ કર્યા હતા. સરનાઈકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બંને પુત્રોના લગ્ન શાંતિથી પૂર્ણ થાય તે માટે તેણે દેવી (Tulja Bhavani) પાસે આશીર્વાદ માંગ્યા હતા. જેની પૂર્ણાહુતિ થતાં તેઓ પરિવાર સાથે દેવીના દર્શન કરવા આવ્યા છે. જોકે આ દરમિયાન તેમણે ઈડી કેસ સાથે જોડાયેલા સવાલો ટાળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: 2 વર્ષના બાળકને ફ્લેટમાં એકલા મૂકીને માતા-પિતા રજા પર ગયા, હવે ધરપકડ થઈ…