Site icon

Prataprao Jadhav: ભારે થઇ… મહારાષ્ટ્રના આ મંત્રીને પુસ્તકોથી તોળવામાં આવી રહ્યા હતા, ત્યારે અચાનક જ તૂટી પડયું ત્રાજવું, જુઓ વિડિયો

Prataprao Jadhav: ત્રાજવાના એક પાત્ર પર પત્ર પુસ્તક રાખવામાં આવ્યા. આ પછી મંત્રીને ત્રાજવાની એક બાજુ બેસાડવા માં આવ્યા. પરંતુ જયારે મંત્રી પ્રતાપરાવ જાધવ ત્રાજવાના પાત્ર પર બેઠા કે તરત જ તેનો એક ભાગ તૂટી ગયો અને મંત્રી ધડાકા ભેર નીચે પડી ગયા.

Prataprao Jadhav Prataprao Jadhav Falls from Weighing Scale in Maharashtra’s Buldhana, Escapes Unharmed; Video Surfaces

Prataprao Jadhav Prataprao Jadhav Falls from Weighing Scale in Maharashtra’s Buldhana, Escapes Unharmed; Video Surfaces

News Continuous Bureau | Mumbai  

Prataprao Jadhav: લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ઘણા સાંસદો મંત્રી બન્યા અને હવે પોતાના વિસ્તારોમાં પરત ફરી રહ્યા છે. તેમના નેતા મંત્રી બનતા વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના બુલઢાણા (Buldhana ) જિલ્લામાં પણ આવા જ દ્રશ્યો છે. અહીં ના સાંસદ પ્રતાપરાવ જાધવ ( Prataprao Jadhav ) પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે. આ પછી, તેમના મતવિસ્તારમાં વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા તેમનું જાહેરમાં સન્માન કરવામાં આવી રહ્યું છે.  આ જ ક્રમમાં જિલ્લાના ખામગાંવ શહેરમાં સરકારી ગેસ્ટ હાઉસની બહાર કેટલાક લોકોએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મંત્રીને પુસ્તકો સાથે ત્રાજવામાં તોલવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું જેનો વિડીયો  હવે દરેક જગ્યાએ વાયરલ થઇ રહ્યો છે 

Join Our WhatsApp Community

 Prataprao Jadhav: જુઓ વિડીયો 

 

Prataprao Jadhav: મંત્રી ધડાકા ભેર નીચે પડી ગયા

વાસ્તવમાં, ગરીબ બાળકોને પુસ્તકો વહેંચવામાં આવવાના હતા. એટલે મંત્રી પ્રતાપરાવ જાધવ આ કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. વજન માપવા માટે ત્યાં એક મોટુ ત્રાજવું લાવવામાં આવ્યું.. ત્રાજવાના એક પાત્ર પર પત્ર પુસ્તક રાખવામાં આવ્યા. આ પછી મંત્રીને ત્રાજવાની એક બાજુ બેસાડવા માં આવ્યા પરંતુ જયારે મંત્રી પ્રતાપરાવ જાધવ ત્રાજવાના પાત્ર પર બેઠા કે તરત જ તેનો એક ભાગ તૂટી ગયો અને મંત્રી ધડાકા ભેર નીચે પડી ગયા.

આ સમાચાર  પણ વાંચો : Indian Army: કારગિલ વિજયની રજત જયંતી નિમિત્તે શુરવીરોને યાદ કરવા માટે ભારતીય સેના દ્વારા મોટર સાઇકલ રેલીનું આયોજન

 જોકે મંત્રી પડી જતાં નજીકમાં હાજર તેમના સમર્થકો તરત દોડી આવ્યા હતા અને મંત્રીનો હાથ પકડીને મદદ કરી હતી. સદનસીબે મંત્રીને ઈજા થઈ ન હતી. પરંતુ આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version