Prayagraj Train Coach : રેલવેના પાટા પર નહીં, જાહેર રસ્તા વચ્ચે જોવા મળ્યો ટ્રેનનો ડબ્બો; શહેરીજનોમાં કુતુહલ; જાણો શું છે મામલો

Prayagraj Railway coach : યુપીના પ્રયાગરાજમાં રસ્તા પર એસી રેલ કોચ જોઈને આશ્ચર્ય થયું. ત્યાંથી પસાર થનારા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું કે રેલ કોચ ટ્રેકને બદલે રોડ પર ક્યાંથી આવ્યો? જોકે, બાદમાં લોકોને સમગ્ર મામલો સમજાયો હતો.

by kalpana Verat
Prayagraj Train Coach AC coach of the train seen at the intersection early in the morning, vehicles stopped both sides of the road

News Continuous Bureau | Mumbai

Prayagraj Train Coach : આપણે બધા એ રેલવે સ્ટેશન પર ટ્રેન તો જોઈ જ છે પણ શું તમે ક્યારેય જાહેર માર્ગ પર ટ્રેન જોઈ છે? આવું જ કઇંક બન્યું ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં. વહેલી સવારે જ્યારે લોકોએ એક ટ્રેનના કોચને રસ્તાની વચ્ચે જોયો ત્યારે લોકો ચોકી ગયા. પહેલી નજરે લોકોને આશ્ચર્ય થયું કે, રસ્તાની વચ્ચે ટ્રેનનો ડબ્બો ક્યાંથી આવ્યો? પરંતુ જ્યારે ધ્યાનથી જોયું તો એસી કોચને ટ્રેલર પર લોડ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં આજે સવારે સાત વાગ્યાની આસપાસ ટ્રેલર ચારરસ્તા પર વળતી વખતે ફસાઈ ગયું.

Prayagraj Train Coach : સવારથી સાંજ સુધી રસ્તો બ્લોક કર્યો

મળતી માહિતી મુજબ સંગમ શહેર પ્રયાગરાજમાં રેલ્વેના એક એર કંડિશનર કોચને કારણે લગભગ દસ કલાક સુધી રોડ પરનો ટ્રાફિક અવરોધાયો હતો. આ રેલ્વે કોચ પહેલા રોડ જામનો શિકાર બન્યો અને પછી તેણે સવારથી સાંજ સુધી રસ્તો બ્લોક કર્યો. લગભગ દસ કલાક બાદ રેલ અને રોડ ડિવાઈડર તોડીને ટ્રેનના કોચને રોડ પરથી હટાવીને રેલવે સ્ટેશને મોકલવામાં આવ્યો હતો.. આ દરમિયાન શહેરના એક વિસ્તારમાં અરાજકતા જોવા મળી હતી.

Prayagraj Train Coach : રેલવે રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરી 

મહત્વનું છે કે આ દિવસોમાં ઉત્તર મધ્ય રેલવે રેલવે સ્ટેશનો પર રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરી રહી છે. આ ક્રમમાં, NCR પ્રયાગરાજ વિભાગની આગામી રેસ્ટોરન્ટ સુબેદારગંજ રેલવે સ્ટેશન પર ખોલવામાં આવનાર છે. આ માટે સોમવારે સવારે કોચ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યો હતો. ટ્રેલર પર કોચને સુબેદારગંજ મોકલવામાં આવી રહ્યો હતો, ત્યારે ટ્રેલર ઘુંઘરૂ ચારરસ્તા પર ફસાઈ ગયું. આ દરમિયાન સુબેદારગંજ, રાજરૂપપુર, એરપોર્ટ અને ઝાલવા તરફ જતા વાહનો અટવાઈ પડ્યા હતા. જો કે આંતરછેદ અને રસ્તો ઘણો પહોળો છે. પરંતુ ટ્રેનનો કોચ હોવાથી તે મોટો હતો. જેના કારણે રોડની એક બાજુ સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ હતી.  

Prayagraj Train Coach : રસ્તો બ્લોક કરી દીધો 

તમને જણાવી દઈએ કે જે જગ્યાએ ટ્રેલર ફસાઈ ગયું હતું, તેની પાછળ કોંક્રીટની ઈમારતો હતી. થોડી બેદરકારી પણ આ ઇમારતોને નુકસાન પહોંચાડી શકે તેમ હતી. આ ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકોનું કહેવું છે કે જ્યારે ટ્રેનનો કોચ પાટા છોડીને રસ્તા પર ઉતર્યો ત્યારે તેણે રસ્તો બ્લોક કરી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો:  Haryana Election Results 2024 LIVE: હરિયાણા વિધાનસભા ચૂંટણીના અખાડામાં વિનેશ ફોગાટે વિરોધીને ચટાડી ધૂળ, જુલાના સીટથી જીત

Prayagraj Train Coach : આ રીતે કોચ ફસાઈ ગયો 

એક જ લેનમાં બંને તરફથી વાહનો આવતાં જામ થઈ ગયો હતો. જેના કારણે મુશ્કેલી વધી હતી. જોકે, કોઈક રીતે લોકો બહાર આવી ગયા હતા. આ પછી ડ્રાઈવરે કોન્ટ્રાક્ટરને જાણ કરી. બે મોટી ક્રેન મોકલવામાં આવી હતી અને ત્યારબાદ કોચને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે કોચને હટાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન દિવસભર ટ્રાફિક જામ રહ્યો હતો. પ્રયાગરાજ ડિવિઝનના પીઆરઓ અમિત કુમાર સિંહનું કહેવું છે કે કોચ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. તે પોતાના સાધનો સાથે લઈ જતો હતો. ટ્રેલર પર જઈ રહેલો રેલ કોચ ઝાલવાના ઘુંઘરુ ચારરસ્તા પર ડિવાઈડર અને થાંભલા વચ્ચે ફસાઈ ગયો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More