Site icon

શરાબના શોખીનો માટે મોટા સમાચાર.. દિલ્હીમાં દારૂ પીવાની વય ઘટાડાશે.. જાણો બીજા શા શા ફેરફારો થવા જઈ રહ્યા છે… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020 

ભારતમાં ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવવાની વય 18 વર્ષ, લગ્ન કરવાની વય 21 વર્ષ છે . પરંતુ શરાબ પીવાની વય 25 વર્ષ છે. આથી ઘણા સમયથી દિલ્હીમાં શોખીનો તરફથી માંગ ઉઠી રહી હતી કે શરાબ પીવાની વય 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરવામાં આવે. 

Join Our WhatsApp Community

હવે દિલ્હી સરકાર દારૂ પીવાની વય 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવાનું વિચારી રહી છે. આ સિવાય દિલ્હીમાં 'ડ્રાય ડે' દિવસોની સંખ્યા ઘટાડવાની યોજના છે. કેજરીવાલ સરકાર વધુ ઘણાં આબકારી નિયમોમાં છૂટછાટ આપવાની પણ યોજના ધરાવે છે. દિલ્હી સરકારે એક સમિતિની રચના કરી હતી, જેમાં આવા ઘણા સૂચનો આપવામાં આવ્યા છે. જો કે, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આ વય મર્યાદા 21 વર્ષ છે. 

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ 4 મહિના પહેલા એક સમિતિની રચના કરી હતી. આ સમિતિનો ઉદ્દેશ્ય દારૂના ભાવની વ્યવસ્થાને સરળ બનાવવા, ધંધામાં આવતી સમસ્યાઓના નિરાકરણો શોધવા અને રાજ્યની એક્સાઈઝ ડ્યુટી વધારવાનાં પગલાં સૂચવવાનો હતો. આ સમિતિના વડા એક્સસાઈઝ કમિશનરને બનાવવામાં આવ્યા હતા. 

સમિતિએ દારૂની દુકાનોની સંખ્યા વધારવા જેવી અનેક ભલામણો પણ કરી છે. સમિતિના સૂચન મુજબ તમામ 272 પાલિકાના વોર્ડમાં 3-3 દારૂની દુકાન હોવી જોઈએ. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 24 રિટેલ શોપ અને ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર છ રિટેલ વેન્ડ હોવી જોઈએ. સમિતિએ દર 2 વર્ષે લોટરી દ્વારા દારૂની દુકાનોનએ લાઇસન્સ આપવાની ભલામણ કરી છે. 

સમિતિએ સૂચવ્યું હતું કે છૂટક દુકાનદારોને 8% નિયત ગાળો આપવો જોઈએ. હોટલ, ક્લબ અને રેસ્ટરન્ટમાં પણ લાઇસન્સ સરળતાથી મળે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ..

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version