ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 ડિસેમ્બર 2020
દેશભરમાં હાલ કૃષિ ના નવા કાયદા વિરુદ્ધ કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. તેવા સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતએ મોટું નિવેદન આપ્યું છે. આ નેતાનું કહેવું છે કે ત્રણેય બિલ સંસદમાં ગેરબંધારણીય રીતે પસાર થયાં છે. આમ કોંગ્રેસ કિસાન મુદ્દે સતત ભાજપને ઘેરવાનો પ્રસાય કરી રહી છે. પોતાના રાજ્યમાં પણ સીએમ અશોક ગેહલોત ખેડૂત આંદોલનને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
ગેહલોતે કહ્યું કે, "તેમણે કૃષિ કાયદાઓ અંગે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ રાષ્ટ્રપતિએ તેમને મળવા માટે સમય આપ્યો ન હતો." કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો, ખેડૂત સંગઠનો, કૃષિ નિષ્ણાતોની સલાહ લીધા વિના ત્રણેય કૃષિ બિલ બનાવ્યા હતા. અને, બહુમતીના આધારે કોઈપણ ચર્ચા વિના સંસદમાં તેમને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા, જ્યારે વિપક્ષ આ બિલને પસંદગી સમિતિમાં મોકલીને ચર્ચાની માંગ કરી રહ્યા હતા.
વીપક્ષનો દાવો છે કે કેન્દ્ર દ્વારા આ બીલો અંગે કોઈની સાથે ચર્ચા નહોતી થઈ, જેના કારણે આખા દેશના ખેડુતો આજે રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે.
પહેલા પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે નવા કૃષિ કાયદાઓ અંગે ખેડૂતો સાથે વાત કરવા રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો હતો, પરંતુ તેમને સમય આપવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે કહ્યું હતું જેથી તેઓ ખેડૂતોની વાતો રાખી શકે. રાષ્ટ્રપતિએ હજી સમય આપ્યો નથી. તએમનું કહેવું છે કે આ પાછળ રાષ્ટ્રપતિની થોડી લાચારી હોય શકે છે. કેન્દ્ર દ્વારા તુરંત જ ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવા જોઈએ. માફી માંગવી જ જોઇએ, એમ પણ ગેહલોતએ કહ્યું છે..
