News Continuous Bureau | Mumbai
Droupadi Murmu Odisha : ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઑફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) કહ્યું કે, પદવીદાન સમારંભનો દિવસ વિદ્યાર્થીઓના આશાસ્પદ ભવિષ્યનો માર્ગ ખોલે છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ હવે એક અલગ ઇકોસિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે જેમાં તેમને વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિઓમાં તેમના જ્ઞાન અને કુશળતાની સખત કસોટીઓનો સામનો કરવો પડશે. તેઓએ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યોના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા રાષ્ટ્ર-નિર્માણમાં ફાળો આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. તેમણે તેમના નવીન વિચારો અને સમર્પિત કાર્યો દ્વારા 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના રાષ્ટ્રીય લક્ષ્યમાં ફાળો આપવાનો આગ્રહ કર્યો
રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu Odisha ) કહ્યું કે એક સમય હતો જ્યારે આપણે અનાજ માટે અન્ય દેશો પર નિર્ભર હતા. હવે અમે અનાજ અને અન્ય કૃષિ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યા છીએ. આપણા કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન અને આપણા ખેડૂતોની અથાગ મહેનતના કારણે આ શક્ય બન્યું છે.
President Droupadi Murmu graced the convocation ceremony of the Odisha University of Agriculture and Technology at Bhubaneswar, Odisha. The President said that climate change related issues such as rising temperatures and increases in greenhouse gases are affecting agricultural… pic.twitter.com/6iqkZwosxK
— President of India (@rashtrapatibhvn) December 5, 2024
રાષ્ટ્રપતિએ કહ્યું કે કૃષિ ( Odisha University of Agriculture and Technology ) અને ખેડૂતોના વિકાસ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી. કૃષિ, મત્સ્ય ઉત્પાદન અને પશુધનના વિકાસ દ્વારા આપણી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, આજે કૃષિ કુદરતી આપત્તિઓ, આબોહવામાં પરિવર્તનની વિપરીત અસરો, માથાદીઠ ખેતરના કદમાં ઘટાડો અને કુદરતી સંસાધનોના વધુ પડતા શોષણ જેવા નવા પડકારોનો સામનો કરી રહી છે. આ પડકારોનો સામનો કરવા માટે, આપણા વૈજ્ઞાનિકોએ સમયસર તકનીકીઓનો વિકાસ અને પ્રસાર કરવો પડશે. આપણે પર્યાવરણીય સુરક્ષા, જમીનની તંદુરસ્તીનું સંરક્ષણ, પાણી અને જમીન સંરક્ષણ તથા કુદરતી સંસાધનોના વધુ સારા ઉપયોગ પર ભાર મૂકવો પડશે.
આ સમાચાર પણ વાંચો : Naga and Sobhita wedding: નાગાર્જુન એ શેર કરી શોભિતા અને નાગા ચૈતન્ય ના લગ્ન ની તસવીરો,એકબીજા માં ખોવાયેલું જોવા મળ્યું કપલ
રાષ્ટ્રપતિએ ( Graduation ceremony ) કહ્યું કે વધતા તાપમાન અને ગ્રીનહાઉસ ગેસમાં વધારો જેવા જળવાયુ પરિવર્તન સંબંધિત મુદ્દાઓ કૃષિ ઉત્પાદનને અસર કરી રહ્યા છે. આવા તમામ મુદ્દાઓને પહોંચી વળવા માટે કૃષિ વૈજ્ઞાનિકોની મહત્વપૂર્ણ જવાબદારી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ પણ આપણા કૃષિ ક્ષેત્ર માટે એક નવા પડકાર તરીકે ઉભરી આવ્યો છે. જમીન, પાણી અને પર્યાવરણ પર તેમની માઠી અસરો બધા માટે ચિંતાનો વિષય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યુવા વૈજ્ઞાનિકો આ સમસ્યાઓનું સમાધાન શોધી કાઢશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)