ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈ, પુણે અને નાસિકમાં કોરોનાની પરિસ્થિતિ તેમજ નવા વેરિઅન્ટના ભયને કારણે સ્કૂલો શરુ કરવાનો ર્નિણય હજી બે સપ્તાહ પાછળ ઠેલાયો છે. આથી નાસિકમાં ૧૦ ડિસેમ્બર તો મુંબઈ અને પુણેમાં ૧૫ ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રહેશે. આથી અહીંના વિદ્યાર્થીઓએ હજીયે ઓનલાઈન અભ્યાસમાં જ જાેડાવાનું રહેશે. પરંતુ મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગમાં જગ્યાનો વિસ્તાર અને કોરોનાની ભયની સ્થિતિ ઓછી હોવાથી ત્યાં સુરક્ષાના તમામ નિયમ પાળીને સ્કૂલો શરુ કરવામાં આવી છે. આજથી સ્કૂલો શરુ થતાં નાના ભૂલકાંઓ ફરી પોતાના મિત્રોને મળતાં આનંદમાં જાેવા મળ્યા હતાં. જાેકે આ બાળકો પાસે સુરક્ષિતતાના નિયમનું પાલન કરાવવું એ શિક્ષકો અને સ્કૂલો માટે અઘરું સાબિત થઈ રહ્યું હોવાનું પણ કેટલીક શાળાઓએ જણાવ્યું છે. પરંતુ હવે પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાશે અને બાળકો વધુ ધ્યાન આપીને ભણી શકશે એ વિચારે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ એમ ત્રણેય પક્ષે આનંદનું વાતાવરણ છે.મુંબઈ, પુણે અને નાસિકને બાદ કરતાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારમાં આજથી પહેલાંથી ચોથાની અને શહેરમાં પહેલાંથી સાતમાની સ્કૂલો આજથી શરુ થઈ છે. ગત પોણા બે વર્ષથી બંધ રહેલી સ્કૂલો ફરી આજથી શરુ થતાં વિદ્યાર્થીઓ હોંશેહોંશે શાળામાં પહોંચ્યા હતાં. જ્યાં તેમનું વિવિધ પ્રકારે ક્યાંક ઉપલાં વર્ગના વિદ્યાર્થીઓએ બેન્ડથી તો ક્યાંક પુષ્પ કે ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હોવાની માહિતી પણ મળી છે.
અરે વાહ, મધ્ય રેલેની પેસેન્જર મોબાઇલ એપમાં ટ્રેનોનું રિયલ- ટાઇમ ટ્રેકિંગ આ મહિનાથી ઉપલબ્ધ થશે