Gujarat : પ્રધાનમંત્રીએ ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

Gujarat : પ્રધાનમંત્રીએ દિવસની શરૂઆતમાં અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરવાનો ઉલ્લેખ કર્યો હતો તથા દેવી અંબાજીના આશીર્વાદ મેળવવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગબ્બર પર્વતનો વિકાસ કરવા અને તેની ભવ્યતા વધારવા માટે થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી.

by Akash Rajbhar
Prime Minister in Mehsana, Gujarat about Rs. Inaugurated, launched and laid foundation stones of various projects worth 5800 crores

News Continuous Bureau | Mumbai 

Gujarat :

  • “30 અને 31 ઑક્ટોબર, દરેક માટે ખૂબ જ પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે અને એ પછી સરદાર પટેલજીની જન્મજયંતી છે”
  • “ભારતની વિકાસગાથા વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે”
  • “મોદી જે પણ સંકલ્પ લે છે, તે પૂર્ણ કરે છે”
  • “સિંચાઈ યોજનાઓને કારણે ઉત્તર ગુજરાતમાં 20-22 વર્ષમાં સિંચાઈનો વ્યાપ અનેકગણો વધી ગયો છે”
  • “ગુજરાતમાં શરૂ થયેલી જળસંચય યોજનાએ હવે દેશ માટે જળ જીવન મિશનનું સ્વરૂપ ધારણ કર્યું છે”
  • “ઉત્તર ગુજરાતમાં 800થી વધુ નવી ગ્રામ્ય ડેરી સહકારી મંડળીઓની પણ રચના કરવામાં આવી છે”
  • પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે દેશમાં આપણા વારસાને વિકાસ સાથે જોડવાનું અભૂતપૂર્વ કાર્ય થઈ રહ્યું છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) આજે ગુજરાતનાં મહેસાણામાં(Mehsana) આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન(opening), લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 30મી અને 31મી ઓક્ટોબરની બે તારીખો દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે અને એ પછીની તારીખે સરદાર પટેલજીનો(Sardar Patel) જન્મ દિવસ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આપણી પેઢીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું(Statue Of Unity) નિર્માણ કરીને સરદાર સાહેબ પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો છે.” તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગોવિંદ ગુરુજીનું(Govind Guruji) જીવન ભારતની આઝાદીમાં આદિવાસી સમાજનાં પ્રદાન અને બલિદાનનું પણ પ્રતીક છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, વર્ષોથી સરકારે માનગઢ ધામનું મહત્ત્વ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ દિવસની શરૂઆતમાં અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરવાનો ઉલ્લેખ કર્યો હતો તથા દેવી અંબાજીના આશીર્વાદ મેળવવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગબ્બર પર્વતનો વિકાસ કરવા અને તેની ભવ્યતા વધારવા માટે થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આજની પરિયોજનાઓ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ 6000 કરોડ રૂપિયાના મૂલ્યની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન ભગવાન અંબેના આશીર્વાદથી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટથી કનેક્ટિવિટીમાં વધારે સુધારો થશે અને આ વિસ્તારનાં ખેડૂતોને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, “મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ અને ગાંધીનગરની આસપાસનાં જિલ્લાઓને પણ આ યોજનાઓનો લાભ મળશે.” તેમણે આજની પરિયોજનાઓ માટે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતની વિકાસગાથા સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.” પ્રધાનમંત્રીએ ચંદ્રયાનના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ અને જી-20ના સફળ પ્રમુખપદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંકલ્પની નવી ભાવનાની નોંધ લીધી હતી અને ભારતના કદમાં વધારો થવા માટે લોકોની શક્તિને શ્રેય આપ્યો હતો. તેમણે દેશમાં સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને જળ સંરક્ષણ, સિંચાઈ અને પીવાના પાણી માટેના પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. માર્ગો હોય, રેલવે હોય કે હવાઈમથક હોય, શ્રી મોદીએ તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ રોકાણ પર ભાર મૂક્યો હતો, જે ભારતમાં આધુનિક માળખાગત સુવિધાઓના વિકાસ તરફ દોરી જશે.

પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે દેશ બાકીનાં લોકો જે વિકાસલક્ષી કાર્યોનો અનુભવ કરી રહ્યાં છે, તેને ગુજરાતની જનતાએ જોઈ લીધી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મોદી જે પણ સંકલ્પ લે છે, તેને પૂર્ણ કરે છે.” તેમણે ઝડપી વિકાસનો શ્રેય ગુજરાતની જનતાએ ચૂંટાયેલી સ્થિર સરકારને આપ્યો હતો અને કહ્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યને આનો લાભ મળ્યો છે.

સમગ્ર ઉત્તર ગુજરાત વિસ્તારમાં પીવાના અને સિંચાઈ માટે પાણીના અભાવે જીવન કપરું હતું અને એક માત્ર ડેરી વ્યવસાયને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે સમયને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતો દર વર્ષે માત્ર એક જ પાકની લણણી કરી શકતા હતા અને તે પણ કોઈ પણ જાતની નિશ્ચિતતા વિના. શ્રી મોદીએ આ વિસ્તારને નવજીવન આપવા માટે થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો તથા અહીં પાણી પુરવઠા અને સિંચાઈ માટે થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે ઉત્તર ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર તેમજ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કામ કર્યું છે.” તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની જનતા માટે વધુમાં વધુ કમાણીના નવા રસ્તા ઊભા કરવા સરકારનો ઉદ્દેશ છે. તેમણે ગુજરાતના વિકાસ માટે નર્મદા અને મહી નદીઓના પાણીનો ઉપયોગ કરતી સુજલામ-સુફલામ યોજના પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, મહત્તમ લાભ સુનિશ્ચિત કરવા માટે સાબરમતી પર 6 બેરેજનું નિર્માણ થઈ રહ્યું છે. “આમાંના એક બેરેજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપણા ખેડૂતો અને ડઝનબંધ ગામોને આનો મોટો લાભ થશે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સિંચાઈ યોજનાઓને કારણે છેલ્લાં 20થી 22 વર્ષમાં ઉત્તર ગુજરાતમાં સિંચાઈનો વ્યાપ અનેકગણો વધી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સૂક્ષ્મ સિંચાઈની નવી ટેકનોલોજી ઉત્તર ગુજરાતના ખેડૂતોએ તાત્કાલિક અપનાવી હતી અને બનાસકાંઠામાં ૭૦ ટકા વિસ્તાર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. “ખેડૂતો હવે વરિયાળી, જીરું અને અન્ય મસાલાની સાથે ઘઉં, એરંડા, મગફળી અને ચણા જેવા ઘણા પાક ઉગાડી શકે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશમાં 90 ટકા ઇસબગોલ ગુજરાતમાં પ્રોસેસ કરવામાં આવે છે, જે તેને એક વિશિષ્ટ ઓળખ પ્રદાન કરે છે. તેમણે વધતી જતી કૃષિ પેદાશોની પણ નોંધ લીધી હતી અને બટાકા, ગાજર, કેરી, આમળા, દાડમ, જામફળ અને લીંબુનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડીસાને બટાટા માટે ઓર્ગેનિક ખેતીના હબ તરીકે વિકસાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ બનાસકાંઠામાં બટાટાના પ્રોસેસિંગ માટે એક વિશાળ પ્લાન્ટની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહેસાણામાં બનેલા એગ્રો ફૂડ પાર્કનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે બનાસકાંઠામાં પણ આવો જ મેગા ફૂડ પાર્ક બનાવવાની કામગીરી થઇ રહી છે.

શ્રી મોદીએ દરેક ઘરમાં પાણી પહોંચાડવાનો ઉલ્લેખ કર્યો હતો અને ગુજરાતમાં શરૂ થયેલી જળ સંચય યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જેણે હવે દેશ માટે જલ જીવન મિશનનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, “હર ઘર જલ અભિયાન, ગુજરાતની જેમ જ દેશમાં કરોડો લોકોનું જીવન બદલી રહ્યું છે.”

પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસમાં સૌથી વધુ લાભ મહિલાઓને થયો છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં વર્ષોથી સેંકડો નવી પશુચિકિત્સા હોસ્પિટલોનું નિર્માણ થયું છે, જેના પરિણામે પ્રાણીઓનું સ્વાસ્થ્ય સારું થયું છે અને આ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. પ્રધાનમંત્રીએ છેલ્લાં બે દાયકામાં માહિતી આપી હતી કે, ઉત્તર ગુજરાતમાં 800થી વધારે નવી ગ્રામીણ ડેરી સહકારી મંડળીઓની રચના પણ થઈ છે. બનાસ ડેરી હોય, દૂધ સાગર હોય કે પછી સાબર ડેરી હોય, તેમનું અભૂતપૂર્વ વિસ્તરણ થઈ રહ્યું છે. દૂધ ઉપરાંત આ દૂધ ઉપરાંત ખેડૂતોનાં અન્ય ઉત્પાદનો માટે પણ મોટું પ્રોસેસિંગ સેન્ટર બની રહ્યું છે.” તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પશુધનના મફત રસીકરણ માટે એક વિશાળ અભિયાન ચલાવી રહી છે જ્યાં 15,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. તેમણે આ વિસ્તારના પશુપાલકોને તેમના પ્રાણીઓની રસી લેવા વિનંતી કરી હતી. તેમણે ગોબરધન યોજના હેઠળ ઘણા છોડ સ્થાપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં ગાયના છાણમાંથી બાયોગેસ અને બાયો સીએનજી બનાવવામાં આવી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગનાં વિસ્તરણ વિશે બોલતાં શ્રી મોદીએ મંડલ-બેચરજી ઓટોમોબાઇલ હબનાં વિકાસનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી રોજગારીની તકો અને લોકોની આવકમાં વધારો થયો છે. “માત્ર 10 વર્ષમાં અહીંના ઉદ્યોગોની આવક બમણી થઈ ગઈ છે. મહેસાણામાં ફૂડ પ્રોસેસિંગ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને ઇજનેરી ઉદ્યોગનો પણ વિકાસ થયો છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં સિરામિકને લગતા ઉદ્યોગો વિકસ્યા છે.”

પ્રધાનમંત્રી મોદીએ 5000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના આજના રેલવે પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડ્યો હતો અને મહેસાણા અને અમદાવાદ વચ્ચે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી પીપાવાવ, પોરબંદર અને જામનગર જેવા મુખ્ય બંદરો સાથે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધુ મજબૂત થશે. તે ઉત્તર ગુજરાતમાં લોજિસ્ટિક્સ અને સ્ટોરેજ સંબંધિત ક્ષેત્રને પણ મજબૂત બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશમાં ગ્રીન હાઈડ્રોજન અને સૌર ઊર્જાના ઉત્પાદનને સ્પર્શતા વડાપ્રધાને પાટણ અને ત્યારબાદ બનાસકાંઠામાં સોલાર પાર્ક અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, મોઢેરા 24 કલાક સૌર ઊર્જાથી ચાલતું ગામ હોવાનો ગર્વ કરે છે. “આજે, સરકાર તમને રૂફટોપ સોલાર માટે મહત્તમ નાણાકીય સહાય આપી રહી છે. અમારો પ્રયાસ દરેક પરિવારનું વીજળીનું બિલ ઓછું કરવાનો છે.” પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં આશરે 2,500 કિલોમીટરનાં ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ પૂર્ણ થયું છે, જેના પગલે પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓ એમ બંનેની મુસાફરીનો સમય ઘટી ગયો છે. તેમણે પાલનપુરથી હરિયાણાના રેવાડી સુધીની ટ્રેનો મારફતે દૂધના પરિવહનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “કટોસન રોડ-બેચરાજી રેલવે લાઇન અને વિરમગામ-સમાખયાલી ટ્રેકને બમણો કરવાનું કામ અહીં કરવામાં આવ્યું છે, જે કનેક્ટિવિટીને પણ મજબૂત કરશે.”

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 31 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પ્રવાસનની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો અને વિશ્વ પ્રસિદ્ધ કચ્છ રણ ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કચ્છના ધોરડો ગામનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેને તાજેતરમાં જ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે માન્યતા આપવામાં આવી હતી. ઉત્તર ગુજરાત દેશનું મુખ્ય પ્રવાસન સ્થળ બની રહ્યું છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે નડાબેટનું ઉદાહરણ આપ્યું હતું, જે એક મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્ર બની રહ્યું છે અને ધરોઇનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેને એક મોટા પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ મહેસાણામાં મોઢેરા સૂર્ય મંદિર, શહેરની મધ્યમાં અખંડ જ્યોતિ, વડનગરના કીર્તિ તોરણ અને આસ્થા અને આધ્યાત્મિકતાનાં અન્ય સ્થળો વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડનગર પ્રાચીન સંસ્કૃતિના અંશો ઉજાગર કરતા કરવામાં આવેલા ખોદકામનો ઉલ્લેખ કરીને સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારે રૂ. 1,000 કરોડનાં ખર્ચે અહીં હેરિટેજ સર્કિટ હેઠળ ઘણાં સ્થળોનો વિકાસ કર્યો છે.” તેમણે રાની કી વાવનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં દર વર્ષે સરેરાશ 3 લાખથી વધારે પ્રવાસીઓની અવરજવર રહે છે. સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે દેશમાં આપણા વારસાને વિકાસ સાથે જોડવાનું અભૂતપૂર્વ કાર્ય થઈ રહ્યું છે. આ વિકસિત ભારતના નિર્માણના અમારા સંકલ્પને વધુ મજબૂત કરશે.”

આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ શ્રી સી આર પાટીલ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યાં હતાં.

પાર્શ્વ ભાગ

જે પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)નો ન્યૂ ભાંડુ-ન્યૂ સાણંદ વિભાગ સામેલ છે. વિરમગામ- સામખિયાળી રેલવે લાઇનનું ડબલિંગ; કાટોસન રોડ-બેચરાજી – મારુતિ સુઝુકી ઈિન્ડયા લિમિટેડ (એમએસઆઈએલ સાઈડિંગ) રેલ પરિયોજના વિજાપુર તાલુકા અને મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગ્રામ્ય તળાવોના રિચાર્જ માટેનો પ્રોજેક્ટ; મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વાલાસણા બેરેજ; બનાસકાંઠાના પાલનપુરમાં પીવાના પાણીની વ્યવસ્થા માટેની બે યોજનાઓ; અને ધરોઇ ડેમ આધારિત પાલનપુર જીવાદોરી યોજના – હેડ વર્ક (એચડબ્લ્યુ) અને 80 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ.

પ્રધાનમંત્રીએ જે યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો, તેમાં ખેરાલુમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ સામેલ હતી. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટેની યોજના; નરોડા – દેહગામ- હરસોલ – ધનસુરા રોડ, સાબરકાંઠાને પહોળો કરવો અને તેને મજબૂત બનાવવો. ગાંધીનગર જિલ્લામાં કલોલ નગરપાલિકા સુએઝ અને સેપ્ટેજ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ; અને સિદ્ધપુર (પાટણ), પાલનપુર (બનાસકાંઠા), બાયડ (અરવલ્લી) અને વડનગર (મહેસાણા)માં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More