સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવું છે? તે પણ ટ્રેનમાં. જાણો અહીં ટ્રેન નો સમય, ભાડું અને સ્ટોપ… મુંબઈ થી પણ એનેક ટ્રેનો ઉપડશે. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

19 જાન્યુઆરી 2021 

વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 8 ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું. આ ટ્રેન યાત્રા સોંધી, સુઘડ અને આસાન છે. અહીં છે ટ્રેનો નો શિડ્યૂલ અને તેની વિગતો.

1) અમદાવાદથી કેવડીયા અને કેવડીયાથી અમદાવાદ

અમદાવાદથી કેવડીયા જન શતાબ્દી ટ્રેન દિવસમાં બે વાર ઉપડશે. સવારે 7:55 કલાકે, બીજી ટ્રેન બપોરે 3:20 કલાકે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.155થી રૂ.810 સુધીનું છે.

2) હજરત નિઝામુદ્દીન(દિલ્હી)થી કેવડીયા અને કેવડીયાથી હજરત નિઝામુદ્દીન(દિલ્હી)

દિલ્હીના હજરત નિઝામુદ્દીનથી કેવડીયા અને કેવડીયાથી હજરત નિઝામુદ્દીન સુધી દોડનારી ટ્રેન દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. હજરત નિઝામુદ્દીનથી દર બુધવાર અને ગુરુવારે બપોરે 3:20 કલાકે ઉપડશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર સ્લીપર કોચ અને સિટિંગ કોચની સુવિધા મળશે. કેવડીયાથી હજરત નિઝામુદ્દીન જતા-આવતા આ ટ્રેન વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, કોટા, અને મથુરા સ્ટેશને રોકાશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.320થી રૂ.1990 સુધીનું છે.

3) કેવડીયાથી ચેન્નઈ સેન્ટ્રલ અને ચેન્નઈ સેન્ટ્રલથી કેવડીયા

કેવડીયાથી  ચેન્નઈ સેન્ટ્રલ સુધીની આ ટ્રેન સુપરફાસ્ટ વિકલી એક્સપ્રેસ ટ્રેન છે. ચેન્નઈ સેન્ટ્રલથી આ ટ્રેન દર રવિવારે રાત્રે 10:30 કલાકે ઉપડશે. આ ટ્રેન જતા-આવતા વડોદરા, સુરત, વસઈ રોડ, કલ્યાણ, પૂણે, સોલાપૂર, રાયચૂર, ગૂંટાકલ, કૂડાપા, રેનીગૂંટા રોકાશે. જ્યારે કેવડીયાથી ચેન્નઈ સેન્ટ્રલ જતી ટ્રેન પેરામબુરના વધુ એક સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર સ્લીપર કોચ અને સિટિંગ કોચની સુવિધા મળશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.435થી રૂ.2,675 સુધીનું છે.

4) પ્રતાપનગર (વડોદરા)થી કેવડીયા અને કેવડીયાથી પ્રતાપનગર (વડોદરા)

પ્રતાપનગર (વડોદરા)થી કેવડીયા અને કેવડીયાથી પ્રતાપનગર (વડોદરા) મેલ એક્સપ્રેસ મેમુ ટ્રેન છે, જે દરરોજ ત્રણ વાર મળશે. આ ટ્રેન પ્રતાપનગરથી સવારે 7:10, બપોરે 12:20 અને બપોરે 3:35 કલાકે ઉપડશે. આ ટ્રેન જતાં-આવતા ડભોઈ સ્ટેશને રોકાશે. આ ટ્રેન જતા-આવતા ડભોઇ સ્ટેશને રોકાશે. આ ટ્રેનનું ભાડું રૂ.55 છે.

5) કેવડીયાથી વારાણસી અને વારાણસીથી કેવડીયા

મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનને કેવડીયા સુધી લંબાવવામાં આવી છે. જે દર મંગળવારે સાંજે 6:55 કલાકે કેવડીયાથી ઉપડશે આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સિટિંગની સુવિધા મળશે. આ ટ્રેન જતા-આવતા વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, આમલનેર, ભુસાવળ, ઈટારસી, જબલપુર, કટની, સતના અને પ્રયાગરાજ છીવકી સ્ટેશને રોકાશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.475થી રૂ.5,000 સુધીનું છે.

6) દાદર(મુંબઈ)થી કેવડીયા અને કેવડીયાથી દાદર(મુંબઈ)

આ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન દરરોજ દાદરથી રાત્રે 11:30 કલાકે ઉપડશે અને કેવડીયાથી દરરોજ રાત્રે 9:25 કલાકે ઉપડશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સિટિંગની સુવિધા મળશે. આ ટ્રેન જતા-આવતા બોરીવલી, વલસાડ, સુરત, ભરૂચ અને વડોદરા રોકાશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.170 થી રૂ.1,700 સુધીનું છે.

7) કેવડીયાથી રિવા(MP) અને રિવા(MP)થી કેવડીયા

આ ટ્રેન કેવડીયાથી દર શુક્રવારે સાંજે 6:55 કલાકે ઉપડશે અને રિવા(MP)થી દર શનિવારે સાંજે 8:55 કલાકે ઉપડશે. આ ટ્રેન જતા-આવતા વડોદરા, ભરૂચ, સુરત, આમલનેર, જલગાંવ, ભુસાવળ, ખાંડવા, ઈટારસી, પીપરિયા, ગદરવાડા, નરસિંહપુર, જબલપુર, કટની, મઈહર, અને સતના સ્ટેશને રોકાશે. આટ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સિટિંગની સુવિધા મળશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.415 થી રૂ.4,425 સુધીનું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More