ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
શિવસેનાના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી અને આડકતરી રીતે ટીકા કરી છે.
સંજય રાઉતે મીડીયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે PM મોદી લોકોને માસ્ક પહેરવાનું કહે છે પરંતુ લોકો માસ્ક પહેરતા નથી, કેમ કે તેઓ PM મોદીને ફોલો કરે છે, કારણ કે તેઓ દેશના નેતા છે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી માસ્ક પહેરે છે પરંતુ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ક્યાંય પણ માસ્ક પહેરેલા જોવા મળતા નથી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાના ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ માસ્કનો ઉપયોગ અને રસીના બંને ડોઝ લેવા જેવા નિયમોનું પાલન કરવા સરકારે વારંવાર હાકલ કરી છે.
આજના સૌથી મોટા સમાચાર : મુંબઈ શહેરમાં આજથી ધારા 144 લાગુ. જાણો વિગતે