Site icon

Prime Minister : પ્રધાનમંત્રી 4 ડિસેમ્બરનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે.

Prime Minister : પ્રધાનમંત્રી સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસ 2023ની ઉજવણીનાં પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ભારતીય નૌકાદળના જહાજો અને વિશેષ દળો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશનના સાક્ષી બનશે.

Prime Minister The Prime Minister will visit Maharashtra on December 4.

Prime Minister The Prime Minister will visit Maharashtra on December 4.

News Continuous Bureau | Mumbai

Prime Minister : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) 4 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રની ( Maharashtra ) મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:15 વાગ્યે મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ પહોંચશે અને રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ( Chhatrapati Shivaji Maharaj Statue )  અનાવરણ ( Unveiling ) કરશે. તે પછી પ્રધાનમંત્રી સિંધુદુર્ગમાં ( Sindhudurg ) ‘નેવી ડે 2023’ ( Navy Day 2023 ) ની ઉજવણીનાં કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી સિંધુદુર્ગનાં તારકરલી બીચ પરથી ભારતીય નૌકાદળનાં જહાજો, સબમરીન, વિમાનો અને વિશેષ દળોનાં પ્રેરક પ્રદર્શનોનાં સાક્ષી પણ બનશે.

Join Our WhatsApp Community

દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે મનાવવામાં આવે છે. સિંધુદુર્ગમાં ‘નેવી ડે 2023’ ની ઉજવણી છત્રપતિ શિવાજી મહારાજના સમૃદ્ધ દરિયાઇ વારસાને શ્રદ્ધાંજલિ આપે છે, જેમના સીલથી નવા નેવલ એન્સાઇનને પ્રેરણા મળી હતી, જેને ગયા વર્ષે જ્યારે વડા પ્રધાને પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંતને કાર્યરત કર્યું હતું ત્યારે અપનાવવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Crime: મેક્સિકન મહિલા ડિસ્ક જૉકી પર બળાત્કાર મામલે આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

દર વર્ષે નેવી ડેના અવસર પર ભારતીય નૌસેનાના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને સ્પેશિયલ ફોર્સ દ્વારા ‘ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન’નું આયોજન કરવાની પરંપરા છે. આ ‘ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન’ લોકોને ભારતીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલી મલ્ટિ-ડોમેન કામગીરીના વિવિધ પાસાઓના સાક્ષી બનવાની તક પૂરી પાડે છે. તે જાહેર જનતા માટે રાષ્ટ્રીય સુરક્ષામાં નૌકાદળના યોગદાનને પ્રકાશિત કરે છે, જ્યારે નાગરિકોમાં દરિયાઇ ચેતનાની શરૂઆત પણ કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Digital Milestone: વૈશ્વિક મંચ પર પીએમ મોદીનો દબદબો: ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં ટ્રમ્પ અને બાઈડન પણ પાછળ; ૧૦ કરોડના આંકડા સાથે રચ્યો ઇતિહાસ.
Exit mobile version