News Continuous Bureau | Mumbai
- આ ટ્રેનોથી ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટી વધશે
- નવી વંદે ભારત ટ્રેનો મુસાફરોને વૈશ્વિક કક્ષાનો અનુભવ પ્રદાન કરશે, મુસાફરીનો સમય ઘટાડશે અને પર્યટનને પ્રોત્સાહન આપશે
Prime Minister:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, 2024ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરીને અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ માર્ગો મેરઠ-લખનઉ, મદુરાઈ – બેંગલુરુ અને ચેન્નાઈ – નાગરકોઈલ પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે.
આ સમાચાર પણ વાંચો:Waqf Board: વકફ (સુધારા) બિલ, 2024 પરની સંયુક્ત સમિતિએ ‘વક્ફ (સુધારા) બિલ, 2024’ પર સૂચનો આમંત્રિત કર્યા
મેરઠ સિટી – લખનઉ વંદે ભારત બંને શહેરો વચ્ચે હાલની સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ 1 કલાકની બચત કરવામાં મદદ કરશે. એ જ રીતે, ચેન્નાઈ એગમોર – નાગરકોઇલ વંદે ભારત અને મદુરાઈ – બેંગલુરુ વંદે ભારત ટ્રેનો અનુક્રમે 2 કલાકથી વધુ અને લગભગ 1 કલાક 30 મિનિટની મુસાફરીને આવરી લેશે.
આ નવી વંદે ભારત ટ્રેનો આ ક્ષેત્રના લોકોને ઝડપ અને સુવિધા સાથે મુસાફરી કરવા માટે વૈશ્વિક કક્ષાનું માધ્યમ પ્રદાન કરશે તથા ત્રણ રાજ્યો – ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકને સેવા પૂરી પાડશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી રેલવે સેવાના એક નવા માપદંડની શરૂઆત થશે, જે નિયમિત મુસાફરો, વ્યાવસાયિકો, વ્યવસાયીઓ અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.