ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
કોરોના મહામારી દરમિયાન ખાનગી હોસ્પિટલ માટે રાજય સરકારે સારવારના દર નક્કી કરી આપ્યા હતા, છતાં આ સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલોએ લાખો રૂપિયાના બિલ વસૂલીને દર્દી અને તેમના સંબંધીઓને લૂંટી નાંખ્યા હોવાની ચોંકાવનારી કબૂલાત મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપે શિયાળુ અધિવેશનમાં કરી છે.
કોરોના મહામારી દરમિયાન ખાનગી હોસ્પિટલ સામે રાજયમાંથી કુલ 63,398 ફરિયાદ આવી હતી. તેમાથી 56,994 ફરિયાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેમાં કોરોના અસર ગ્રસ્ત દર્દીઓને 35,18,39,000 રૂપિયા પાછા કરવામાં આવ્યા હોવાની માહિતી રાજેશ ટોપેએ આપી હતી.
શિયાળુ સત્ર દરમિયાન અધિવેશનમાં આ વિષય પર માહિતી આપતા રાજેશ ટોપેએ કહ્યું હતું કે મહાત્મા જયોતિબા ફુલે જન આરોગ્ય યોજનાનો લાભ નકારનારા સંદર્ભમાં 2,089 ફરિયાદ આવી હતી. તેમાંથી 774 ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું હતું. તેમાંથી દર્દી અને તેમના સંબંધીઓ 1,20,66,168 રૂપિયા પાછા કરવામાં આવ્યા હતા.