ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
શારદીય નવરાત્રી આજથી શરૂ થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસે ભક્તો માતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પૂજા કરી રહ્યા છે. આ નવ દિવસનું વ્રત ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. લોકો આ નવ દિવસ માતાજીની આરાધના કરે છે અને ઉપવાસ પણ કરે છે.
કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કૉન્ગ્રેસ પાર્ટી દ્વારા માહિતી આપવામાં આવી છે કે પ્રિયંકા ગાંધી આ વખતે નવરાત્રીના ઉપવાસ કરી રહી છે. જોકે આ અંગે પ્રિયંકા ગાંધી દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી પછી પણ એ સ્પષ્ટ નથી કે પ્રિયંકા નવ દિવસના ઉપવાસ પર રહેશે કે ફળોનું સેવન કરશે.
આ સાથે જ ભૂતપૂર્વ કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટર દ્વારા દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વિટર સંદેશમાં તેમણે લખ્યું કે, “આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ.” રાહુલ ગાંધી સિવાય અન્ય ઘણા કૉન્ગ્રેસી નેતાઓએ પણ દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી.
