ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 ઓગસ્ટ 2020
રાજસ્થાનને રાજકીય કટોકટીમાંથી બહાર લાવવામાં ચાર પાત્રોએ મહત્વની ભૂમિકા રહી છે. આમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ સૌથી મોટી ભૂમિકા છે. કારણ કે, પ્રિયંકાએ જ સૌ પ્રથમ સચિન પાયલોટનો સંપર્ક કર્યો હતો અને તેમને રાહુલ ગાંધી સાથે વાત કરવા સમજાવ્યા હતા. સંસ્થાના મહામંત્રી કે.સી વેણુગોપાલ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. હકીકતમાં, વેણુગોપાલ ત્રણ દિવસ અગાઉ જ જેસલમેર આવ્યા હતા અને સમાધાન માટે ગેહલોત કેમ્પના ધારાસભ્યો સાથે પણ વાત કરી ગયાં હતાં.
નોંધનીય છે કે સચીન પાયલોટ, રાહુલ ગાંધીને, પ્રિયંકા ગાંધીની હાજરીમાં મળ્યાં હતા. આ દરમિયાન સચિને કહ્યું હતું કે "તેમને કોંગ્રેસ પક્ષનો કોઈ વિરોધ નથી. આ લડત પોસ્ટ માટે નહીં પરંતુ આત્મ-સન્માનની હતી." આ મુલાકાત પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી અને તેમને આખી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં..
તમામ ઘટનાને ધ્યાનમાં રાખી સોનિયા ગાંધીએ, પાઇલટ સહિતના બળવાખોર ધારાસભ્યોની સમસ્યાઓના નિરાકરણ માટે, એક સમિતિની રચવા નિર્દેશ આપ્યો છે. કહેવાય છે કે "નારાજ યુવા બ્રિગેડે પણ વિવિધ મુદ્દાને રાહુલ સામે જોરદાર રીતે મૂકયા હતાં.. આમાં રાહુલના નજીકના દિપેન્દ્ર હૂડા, ભંવર જીતેન્દ્ર સિંહ, મિલિંદ દેવડા અને જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com