ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 19 એપ્રિલ 2021.
સોમવાર.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એ સોમવારે બીજેપી નેતા દેવેન્દ્ર ફડનવીસ ની કથિત રૂપથી રેમડેસિવીર ઇન્જેક્શનની જમા ખોરી માટે ટીકા કરી હતી.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરતાં જણાવ્યું કે 'જ્યારે દેશના ખૂણાથી લોકો રેમડેસિવિર મેળવવા માટે આજીજી કરી રહ્યા છે. ત્યારે સત્તાધારી ભાજપના નેતા રેમડેસિવિર ઇન્જેક્શનની જમાખોરી કરી રહ્યા છે. જે એક ગંભીર ગુનો છે.'
મુંબઈ પોલીસ અધિકારીઓએ કરેલા દાવા મુજબ રેમડેસિવિર ઇન્જેક્શનની ઓછા માં ઓછી સાઠ હજાર વાયલને બ્રુક ફાર્માએ શહેરના વિભિન્ન સ્થળો જેવા કે વિલેપાર્લે, મલાડ, કાંદિવલી મા સંગ્રહિત કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ બ્રુક ફાર્માના અધિકારીને બચાવવા માટે પોલીસ કાર્યાલય પહોંચી ગયા હતા. સ્વબચાવ માં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ફાર્મા કંપનીએ મહારાષ્ટ્રમાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરવા માટે બધી જ પરવાનગી મેળવી લીધી છે.
રિપોર્ટ અનુસાર બ્રુક ફાર્મા કંપનીની દીવ અને દમણમાં મેન્યુફેક્ચરીંગ કંપની છે.