ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
યુપી વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધુ એક મોટો વાયદો કર્યો છે.
હવે પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે, જો કોંગ્રેસની સરકાર બની તો આશા વર્કર્સ અને આંગણવાડી વર્કર્સને દર મહિને 10 હજાર રુપિયાનો પગાર આપવામાં આવશે.
આ બહેનોએ કોરોના તેમજ બીજા ઘણા પ્રસંગોએ પૂરી લગનથી સમાજની સેવા કરી છે અને માનદ વેતન તેમનો હક છે તેમજ સરકારની ફરજ છે કે તેમની વાત સાંભળે.
આશા વર્કર્સ બહેનો સન્માનની હકદાર છે.તેમની લડાઈમાં હું સાથે છું.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે જઈ રહેલી આશા વર્કર્સને પોલીસે રોકી દીધી હતી અને તેમની સાથે મારપીટ પણ કરી હતી.
આ પહેલા પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં કોંગ્રેસની 40 ટકા ટિકિટ મહિલાઓને આપવા માટે તેમજ વિદ્યાર્થિનીઓને સ્માર્ટ ફોન તથા સ્કૂટી આપવા માટે જાહેરાત કરી ચુકયા છે.
આમ પ્રિયંકા ગાંધી મહિલાઓના દમ પર આ ચૂંટણી લડવા માગે છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે.