ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
30 જુલાઈ 2020
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ દિલ્હીમાં તેમનો સરકારી બંગલો ખાલી કર્યો છે. તે 23 વર્ષથી લોધી એસ્ટેટના આ સરકારી બંગલામાં રહેતા હતાં. સરકારે તેમને બંગલાને ખાલી કરવા માટે 1 ઓગસ્ટ સુધીની સમયમર્યાદા આપી હતી, પરંતુ 1 દિવસ પહેલાં તેઓએ બંગલો ખાલી કર્યો છે. સૂત્રો ના જણાવ્યાં મુજબ હવે તેઓ ગુરુગ્રામ ખાતેના તેમના ઘરે રહેશે.
સરકારી નિયમો મુજબ જો પ્રિયંકા અંતિમ મુદત પછી પણ સરકારી બંગલામાં રહેતે તો તેમને બજાર ભાવે ભાડુ અથવા દંડ ભરવો પડત. નોટિસમાં આપવામાં આવેલ કારણ મુજબ પહેલાં તેમના પરિવારને SPG સિક્યુરિટી આપવામાં આવી હોવાથી આ બંગલો નિયમ મુજબ આપ્યો હતો. હવે પ્રિયંકા ગાંધી વાડ્રા Z પ્લસ સિક્યુરિટી ધરાવે છે. જે અંતર્ગત તેમણે આ બંગલો ખાલી કરવો પડે અથવા તો ભાડું ભરવું પડે એમ હતુ.. સરકારના આ નિર્ણયનો કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો હતો, પરંતુ હવે પ્રિયંકા ગાંધી એ 1 દિવસ પહેલા બંગલો ખાલી કરી દીધો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોધી એસ્ટેટમાં સરકારી બંગલો છોડયાં બાદ હવે તેઓ ગુરુગ્રામના સેક્ટર 42 માં તેમના પોતાના ઘરે રોકાશે. પ્રિયંકા ગાંધી એ બંગલાને છોડતી વખતે દિવાલો પર સફેદ રંગ કરાવ્યો છે. જેથી પેઇન્ટિંગ્સ અને મ્યુરલ્સ કાઢવામાં આવ્યા હતા ત્યાંની દિવાલ ખરાબ ન લાગે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
