ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓ માટે અલગ મેનિફેસ્ટો બહાર પાડ્યો છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે 40 ટકા મહિલાઓને ટિકિટ આપવાની જાહેરાત કરી છે. હવે તેને 50 ટકા સુધી લઇ જવામાં આવશે.
સાથે અમે રાજકારણમાં મહિલાઓની અસમાનતાને દૂર કરવાનો પ્રયાસ કરીશું.
આ ઉપરાંત તેમણે મહિલાઓને રમતગમતના ક્ષેત્રમાં સશક્ત બનાવવા માટે મહિલા સ્પોર્ટ્સ એકેડમીની પણ જાહેરાત કરી છે
આ મેનિફેસ્ટોને છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. સ્વાભિમાન, સ્વાવલંબન, શિક્ષણ, સન્માન, સુરક્ષા અને સ્વાસ્થ્ય.
ખાસ વાત છે કે દેશની રાજનીતિમાં આ પહેલીવાર છે જ્યારે મહિલાઓ માટે અલગથી મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસે ‘લડકી હું લડ સકતી હૂં’ સોંગ રજૂ કર્યું હતું.
JNU ફરી વિવાદમાં, વિદ્યાર્થીઓએ બાબરી મસ્જિદ ફરી બનાવવાની કરી માંગ; લગાવ્યા આ નારા