ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાએ જાહેરાત કરી છે કે મથુરાના મંદિર પાસે આવેલી મસ્જિદમાં ભગવાન કૃષ્ણની મુર્તિ સ્થાપિત કરવામાં આવશે.
આ જાહેરાત બાદ મથૂરામાં 144 લાગુ કરી દેવામાં આવી છે. કોઇ હિંસા ન ફાટી નીકળે તે ભયને પગલે આ નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત રેલીઓ કાઢવાની જાહેરાત કરનારા નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે એવામાં મથૂરા મંદિરનો વિવાદ વધવાની ભીતિ છે જેને પગલે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે.