મહારાષ્ટ્ર વિધાનસભામાં રાહુલ ગાંધીના ફોટોગ્રાફને જોડા મારવામાં આવ્યા. અજિત પવારે ઘટનાની નિંદા કરી.

માત્ર વિધાનસભાનું સત્ર શરૂ છે. આ દરમિયાન સત્તાધારી પક્ષના નેતાઓ વિધાનસભાના દાદરા પર બેઠા હતા અને ત્યાં તેમણે રાહુલ ગાંધીના ફોટાને જોડા માર્યા હતા.

by Dr. Mayur Parikh
protest against Rahul Gandhi at Maharashtra Vidhansabha

સુરતની અદાલતે રાહુલ ગાંધીને બદનક્ષી મામલે બે વર્ષની જેલની સજા ફટકારી છે. હવે આ વાતના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાનું સત્ર ચાલુ છે તે દરમિયાન અનેક ધારાસભ્યો વિધાનસભાના દાદરા પર પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે બેનર અને પોસ્ટર પોતાના હાથમાં રાખ્યા હતા. હતા.

આમાંથી એક બેનર પર રાહુલ ગાંધી નો ફોટોગ્રાફ હતો જેને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ જુતા માર્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં આના પડસાદ પડ્યા હતા અને અજીત પવારે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને સભાપતિને કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં રસ્તા પર ચાલી રહેલી વિરોધ પ્રદર્શનની ગતિવિધિઓ ન થવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : પોરબંદર બીચ પર શાર્ક સૂપ માટે ડોલ્ફિનનું મારણ, દાણચોરીનો પર્દાફાશ

Join Our WhatsApp Community

You may also like