પુડુચેરી ની કોંગ્રેસની સરકાર ઊથલી પડી છે. અહીં આજે મુખ્યમંત્રીએ બહુમત સાબિત કરવાનો હતો. જે તેઓ નથી કરી શક્યા.
બહુમતી સાબિત કરતી વેળા કોંગ્રેસ પાર્ટીએ વોકઆઉટ કર્યો.
કોંગ્રેસ પાર્ટીને બહુમત માટે 14 ધારાસભ્યો ની જરૂર હતી. જ્યારે કે તેની પાસે માત્ર 11 ધારાસભ્યો છે.
કોંગ્રેસનો દાવો છે કે તેની પાસે – 9 ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના, બે ધારાસભ્યો ડીએમકેના અને એક ધારાસભ્ય અપક્ષ નો છે
જોકે કોંગ્રેસ પાર્ટીના પાંચથી વધુ ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે.