પુડુચેરીમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યા છતાં પુડુચેરી સરકારે હળવા નિયંત્રણો સાથે લોકડાઉન 14 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
લોકડાઉન દરમિયાન રાજ્યની તમામ બધી દુકાનો અને વેપારી વ્યવસાયી મથકો સવારે 9 થી સાંજના 5 સુધી ચાલુ રહેશે
શાકભાજી અને ફળની દુકાન સવારે 5 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે . તમામ ખાનગી કચેરીઓ 50% સ્ટાફ સાથે કામ કરી શકશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત ક્ષેત્ર પહેલાથી જ રાત્રે 10 વાગ્યાથી સવાર 5 વાગ્યા સુધી કોરોના કરફ્યુ હેઠળ છે.
