ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પોલીસ દ્વારા રાજ્યના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને પુણેના મેયર મુરલીધર મોહોલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ નેતાઓએ 30 ઓગસ્ટના રોજ રાજ્યમાં મંદિર ફરીથી ખોલવાની માંગ સાથે પ્રદર્શન કર્યુ હતુ, જેમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ભાજપે સોમવારે રાજ્યમાં મંદિરો ખોલવા માટે મુંબઈ, થાણે, પુણે, નાસિક, નાગપુર, પંઢરપુર, ઔરંગાબાદ અને અન્ય સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.
વિરોધ દરમિયાન સરકારનું ધ્યાન ખેંચવા માટે ઘંટ અને શંખ વગાડ્યા. આ દરમિયાન ઘણા ભાજપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
જોકે ભાજપના વિરોધ બાદ પણ સરકાર કોરોનાના સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મંદિર ન ખોલવા માટે મક્કમ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં મંદિરો એક વર્ષથી વધુ સમયથી બંધ છે.