News Continuous Bureau | Mumbai
Pune Crime : દુબઈમાં ( dubai ) પત્નિનો જન્મદિવસ ( birthday ) ન ઉજવ્યો; તેમજ લગ્નની વર્ષગાંઠ ( Wedding anniversary ) પર મોટી ભેટ ન આપવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન પત્નીએ પતિના ( Husband Wife ) મોઢા પર મુક્કો માર્યો હતો. આ હુમલામાં પતિનું મોત ( death ) થયું હોવાની ઘટના શુક્રવારે પુણેના વનવાડી ( wanwadi ) વિસ્તારમાં બની હતી. આ મામલે વનવાડી પોલીસે પત્નીની અટકાયત કરી છે. મૃતક જમીન લે-વેચનો ધંધો કરતો હતો.
મૃતક પતિનું નામ નિખિલ પુષ્કરાજ ખન્ના (ઉંમર 36) છે. આ કેસમાં તેની પત્ની રેણુકા (ઉંમર 38)ની વનવાડી પોલીસે અટકાયત કરી હતી. આ મામલે મૃતક યુવકના પિતા પુષ્કરાજ ખન્નાએ ફરિયાદ નોંધાવી હતી. ખન્ના દંપતી અને સાસુ વણવાડીની એક સોસાયટીમાં રહે છે. નિખિલનો જમીન ખરીદ-વેચાણનો ધંધો હતો; તે બિલ્ડર પણ હતો.
નિખિલ અને રેણુકાના છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા…
નિખિલ અને રેણુકાના છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં રેણુકાનો જન્મદિવસ હતો. તે દુબઈમાં તેનો જન્મદિવસ ઉજવવા માંગતી હતી. પતિ તેને દુબઈ લઈ ગયો ન હતો; તેમજ 5 નવેમ્બરે તેમના લગ્નની વર્ષગાંઠ હતી. ત્યારે પતિએ મોંઘી ગિફ્ટ આપી ન હોવાથી પત્નિ ગુસ્સામાં આવી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચોઃ Nagpur: ઓડિશામાં મહારાષ્ટ્રના વાઘની એન્ટ્રી: 2000 કિલોમીટર નો જંગલ પ્રવાસ ખેડયો, આ છે કારણ…
રેણુકા ડિસેમ્બરમાં તેના ભાઈની પુત્રીના જન્મદિવસ માટે દિલ્હી જવા માંગતી હતી. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પતિ પત્ત્નિ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. શુક્રવારે બપોરે આ કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન રેણુકાએ ગુસ્સામાં તેના પતિના ચહેરા પર જોરદાર મુક્કો માર્યો હતો. જેમાં નિખિલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, નિખલનું તેમાં મોત થયું હતું.
જોરદાર મુક્કાના ઘાવથી નિખિલના નાકમાંથી લોહી નીકળતું હતું; વનવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સુરેશ પચાંગેએ અનુમાન લગાવ્યું હતું કે નિખિલનું મૃત્યુ શ્વાસ લેવામાં તકલીફને કારણે થયું હોઈ શકે છે. આ બનાવની જાણ થતા વનવાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.