ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર.
રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાને કારણે અત્યારે અનેક દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં બારામતી માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે ચાર લોકોને પડ્યા છે જેઓ રેમડેસિવર જેક્શનના નામે પાણી વેચીને પૈસા કમાઈ રહ્યા હતા.
પકડાયેલા ચાર જણ માંથી એક વ્યક્તિ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે. આ ઉપરાંત એવી માહિતી પ્રાપ્ત થઇ છે કે પકડાયેલા લોકો હોસ્પિટલમાંથી ખાલી બાટલી પ્રાપ્ત કરતા હતા અને ત્યારબાદ તેમાં પાણી ભરીને એક એક બોટલ હજારો રૂપિયામાં વેચાતા હતા.
આમ હવે રેમડેસિવિર ઇન્જેક્શન ના નામે બજારમાં મોટા ગોટાળા થઈ રહ્યા છે.
સો કરોડનો લાંચ કેસ : 24 કલાક પછી અનિલ દેશમુખના ગળે ગાળિયો સખત બનશે.