News Continuous Bureau | Mumbai
Pune Hit And Run : છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં હિટ એન્ડ રન મામલાઓ દિવસેને દિવસે વધુ રહ્યા છે. થોડા મહિના પહેલા પુણેમાં બનેલા હિટ એન્ડ રન કેસથી મહારાષ્ટ્ર હચમચી ગયું હતું. આવામાં પુણેમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીંના વાઘોલી વિસ્તારમાં એક ઘટના બની છે જ્યાં ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
Pune Hit And Run : ફૂટપાથ પર સૂતા નવ લોકોને કચડી નાખ્યા
પુણેના વાઘોલી વિસ્તારના કેસનંદ ફાટા પર એક ડમ્પરે ફૂટપાથ પર સૂતા નવ લોકોને કચડી નાખ્યા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં મૃતકોમાં કાકા સહિત બે બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર છે.
Pune Hit And Run : રાતે 12:00 થી 1:00 વાગ્યાની આસપાસ બની ઘટના
અહેવાલો મુજબ વાઘોલીના કેસનંદ ફાટાથી પુણે તરફ આવતી વખતે આ અકસ્માત થયો હતો. આ ઘટના વાઘોલી ચોકમાં વાઘોલી પોલીસ સ્ટેશનની સામે રાતે 12:00 થી 1:00 વાગ્યાની આસપાસ બની હતી. ડમ્પર ચાલક નશામાં હોવાની માહિતી બહાર આવી રહી છે. આ તમામ કામદારો છે અને તેઓ કામ માટે અમરાવતીથી પુણે આવ્યા હતા. આ અકસ્માત સમયે 12 લોકો ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા. કેટલાક ફૂટપાથની બાજુના ઝૂંપડાઓમાં સૂતા હતા.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: BMC ચૂંટણી પહેલા ‘MVA’ માં અણબનાવ?! આ પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવાની બનાવી રહી છે યોજના..
Pune Hit And Run : ડમ્પર ચાલકની અટકાયત
આ અકસ્માતમાં ત્રણ લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને આઇનોક્સ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેમને સાસૂન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ તમામ અમરાવતીના વતની છે. આ ઘટના બાદ આરોપી ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી છે. તેના કેટલાક મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ આરોપીઓ વિરુદ્ધ અપરાધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી છે.