News Continuous Bureau | Mumbai
Pune Leopard Attack: પુણે અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દીપડાના હુમલામાં ( Leopard Attack ) વધારો થયો છે . આ દીપડાઓને કારણે અનેક વિસ્તારોમાં આતંકનું વાતાવરણ સર્જાયું છે. દીપડાઓ માનવ વસાહતમાં ઘૂસી જાય એ નવી ઘટના નથી. પરંતુ મંગળવારે રાત્રે દીપડો સીધો પુણેની એક હોસ્પિટલમાં ઘુસી ગયો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. સદનસીબે રાત્રે 10:30 વાગ્યા હતા અને દર્દીના વોર્ડનો દરવાજો બંધ હતો. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
જુન્નરના આલેફાટામાં એક ખાનગી હોસ્પિટલમાં દીપડો ( Leopard ) ઘુસી ગયો હતો. ખોરાકની શોધમાં આ દીપડો ખાનગી હોસ્પિટલના ( Private Hospital ) બિલ્ડિંગ સુધી પહોંચી ગયો હતો. આ ઘટના જાણ થતાં જ તાત્કાલિક વન વિભાગની ટીમ બોલાવવામાં આવી હતી. ટીમે છટકું ગોઠવ્યું હતું પરંતુ તે જ સમયે તેમાંથી એક પ્રાણીપ્રેમી પર દીપડાએ હુમલો કર્યો હતો. આમાં તેના હાથને ગંભીર ઈજા થઈ હતી. થોડા સમય પછી, દીપડો બિલ્ડીંગ પરથી બાજુના પ્લોટમાં કૂદીને પડોશના જંગલમાં ભાગી ગયો હતો. આ રોમાંચ જોવા માટે દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી.
પુણેના વિવિધ ભાગોમાં દીપડાઓ જોવા મળી રહ્યા છે..
હાલ ઘાયલ ફોરેસ્ટ ગાર્ડની ( Forest Guard ) સારવાર ચાલી રહી છે. આ બાદ દીપડાને કેદ ઘણું મુશ્કેલ બન્યું હતું. કારણ કે દિપડો આસપાસના વિસ્તારમાં દોડદાડ કરી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai: બીએમસી ગોખલે બ્રિજને બરફીવાલા ફલાયઓવર સાથે જોડવા માટે હવે વિશેષ પગલા ભરશે, ચૂંટણી કમીશનને કરશે આ દરખાસ્ત..
જો કે, છેલ્લા કેટલાક દિવસોથી પુણેના વિવિધ ભાગોમાં દીપડાઓ જોવા મળી રહ્યા છે . જેથી અનેક નાગરિકો રાતના સમયે ઘરની બહાર નીકળતા ભયભીત રહે છે. આ દીપડો પાણી અને ખોરાકની શોધમાં અહીં આવ્યો હોવાનો હાલ અંદાજ છે. જો કે બાદમાં ભારે જહેમત બાદ દિપડાને રેસ્ક્યું કરવામાં આવ્યો હતો અને તેને જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.