Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.

ગેસની અછતની અફવાઓથી ગભરાશો નહીં – પુણે જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર ડુડીનું આશ્વાસન; કાળાબજાર રોકવા માટે જિલ્લાભરમાં સ્પેશિયલ સ્ક્વોડ તૈનાત

by samadhan gothal
LPG Booking Update: New Rules Set Mandatory Gaps Between Cylinder Refills to Curb Black Marketing; Check Your Category’s Booking Limit

News Continuous Bureau | Mumbai
Pune LPG Cylinder Booking Rules પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે પુણે સુધી પહોંચ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાયિક (Commercial) અને હોટલ વ્યવસાયીઓને ગેસ સપ્લાય કરવા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેને કારણે ઘરેલું ગેસના કાળાબજાર થવાની શક્યતા વધી ગઈ છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈને પુણેના જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર ડુડીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે જે કોઈ ગેસ વિતરક કૃત્રિમ અછત ઉભી કરશે અથવા સંગ્રહખોરી કરશે, તેમની સામે સીધો ગુનો દાખલ કરવામાં આવશે.જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, પુણેમાં ઘરેલું ગેસનો પૂરતો સ્ટોક છે, પરંતુ લોકો ગભરાટમાં આવીને એકસાથે બે-બે સિલિન્ડર બુક કરાવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ બે સિલિન્ડર બુક કરાવે છે, તો તેને બીજો સિલિન્ડર તરત નહીં મળે. બીજા સિલિન્ડરની ડિલિવરી માટે 30 દિવસનો સમય લાગી શકે છે. આથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખોટો ગભરાટ ન ફેલાવે અને જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવે.

કાળાબજાર રોકવા માટે વહીવટીતંત્રની એક્શન

પુણે, પિમ્પરી-ચિંચવડ અને ગ્રામીણ વિસ્તારોમાં કાળાબજાર રોકવા માટે વિશેષ દક્ષતા પથક (Vigilance Squads) ની સ્થાપના કરવામાં આવી છે.ગેસ એજન્સીઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી કોઈ ગેરરીતિ મળી નથી, પરંતુ જો કોઈ એજન્સી દોષિત જણાશે તો તેનો સ્ટોક જપ્ત કરવામાં આવશે.જિલ્લા કલેક્ટરે પુરવઠા અધિકારીઓને સૂચના આપી છે કે ગેરરીતિ કરનાર વિતરકો વિરુદ્ધ તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે.

હોટલ અને નાના વેપારીઓ પર સંકટ

કમર્શિયલ ગેસના સપ્લાય પરના પ્રતિબંધોને કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા ચલાવતા નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હજારો કામગારો પર બેરોજગારીનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં ઘરેલું ગેસનો ગેરકાયદેસર વ્યવસાયિક ઉપયોગ વધવાની ભીતિ છે, જેના પર પોલીસ અને વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Vidhan Bhavan Bomb Threat: વિધાનભવનને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, બજેટ સત્રની કાર્યવાહી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત

નાગરિકો માટે મહત્વની સૂચના

ગેસ કંપનીઓએ ખાતરી આપી છે કે જો નાગરિકો પેનિક બુકિંગ નહીં કરે તો વિતરણ વ્યવસ્થા સુચારૂ રીતે ચાલતી રહેશે. બુકિંગ કરાવ્યા બાદ સિલિન્ડર પહોંચાડવા માટે હાલમાં જે 30 દિવસની મર્યાદા નક્કી કરવામાં આવી છે તે માત્ર વ્યવસ્થા જાળવી રાખવા માટે છે. જેમને ખરેખર જરૂર છે તેમને નિયમિત રીતે ગેસ પૂરો પાડવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More