ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 14 ઓક્ટોબર, 2021
ગુરવાર.
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીના પ્રકરણમાં NCBની કાર્યવાહી દરમિયાન તેમની સાથે રહેલો અને આર્યન ખાન સાથે સેલ્ફી પાડીને લાઈમલાઈટમાં આવી ગયેલા કિરણ ગોસાવી વિરોધમાં પુણે પોલીસે લૂક આઉટ નોટિસ બહાર પાડી છે. કિરણ ગોસાવીને રાષ્ટ્રવાદી કોંગ્રેસે ભાજપનો કાર્યકર્તા ગણાવ્યો હતો. NCBની કાર્યવાહીમાં તેની હાજરીને લઈને ભારે વિવાદ ચગ્યો હતો. તેમાં હવે કિરણ ગોસાવી સામે પુણેના ફરાસખાના પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેથી તેના સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
દશેરા દિવાળી સુધરી ગયા, તેલ સસ્તું થશે; સરકારે ભર્યું આ પગલું.
કિરણે ફેસબુકના માધ્યમથી એક યુવકને મલેશિયામાં નોકરી આપવાની લાલચ આપી તેની પાસેથી 3 લાખ રૂપિયા પડાવીને તેની સાથે છેતરપીંડી કરી હતી. આ પ્રકરણમાં મે 2018માં તેની સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ તે ફરાર થઈ ગયો હોવાનું કહેવામાં આવે છે. આર્યન ખાન સાથે સેલ્ફી પાડીને લાઈમલાઈટમાં આલા કિરણ ગોસાવીનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે તેના પર અનેક આરોપ કર્યા હતા. તેથી તે ચર્ચામાં આવ્યો હતો. દરમિયાન પુણે પોલીસે તેની સામે કાર્યવાહી ચાલુ કરી છે.