News Continuous Bureau | Mumbai
Pune: પુણે પોલીસે ઘણી જગ્યાએ એક પછી એક દરોડા પાડીને લગભગ 1800 કિલો મેફેડ્રોન ડ્રગ ( Mephedrone drug ) જપ્ત કર્યું છે. જેને મ્યાઉ-મ્યાઉ ડ્રગ પણ કહેવાય છે. પોલીસે જપ્ત કરેલી આ મેફેડ્રોન ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 3700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કેસમાં ફેક્ટરીના માલિક સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે ( Pune Police ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દાઉદ તાલુકામાં ( Daund Taluka ) એક કેમિકલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી, પુણેના વિશ્રાંત વાડીમાં બે વેરહાઉસ, સાંગલીમાં દુકાનો અને દિલ્હીના દક્ષિણ એક્સ્ટેંશન સહિત ઘણી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્ય શંકાસ્પદ ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે, જેના પર ( Meow-meow drug ) ડ્રગ મેન્યુફેક્ચરિંગ ઓપરેશનમાં કાવતરું ઘડવાનો આરોપ છે. આરોપીઓ નજીકના કુરકુંભમાં ફાર્માસ્યુટિકલ્સના રૂપમાં એક કેમિકલ ફેક્ટરી અર્થકેમ લેબોરેટરીઝમાંથી ( Earthchem Laboratories ) ડ્રગનો વેપાર કરતા હતા.
મુખ્ય આરોપી અધિકારીઓથી બચવા હાલ નેપાળથી કુવૈત ભાગી ગયો હતો…
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં મુખ્ય આરોપી ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યા બાદ ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ ( DRI ) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, આરોપીએ પુણેની યરવડા સેન્ટ્રલ જેલમાં વિતાવેલા સમય દરમિયાન થયેલા સંપર્કો દ્વારા કથિત રીતે આ વ્યવસાય માટે સહયોગીઓની ભરતી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના ગોરેગાંવમાં દિવાલ ધરાશાયી થવાથી બે લોકોના મોત, એક ઘાયલ, પોલીસ તપાસ શરુ..
મિડીયા રિપોર્ટ મુજબ, પૂણે જેલની અંદર આ ગેંગનો મુખ્ય આરોપી સાંગલીના અન્ય સાથીદારો સાથે મળીને એક ગેંગની રચના કરવામાં આવી હતી. બાદમાં, મુખ્ય આરોપી જામીન પર છૂટ્યા પછી, તેણે કથિત રીતે તેના ડ્રગનું ઉત્પાદન વધુ વધાર્યું હતું. તેમજ અધિકારીઓથી બચવા હાલ તે નેપાળથી કુવૈત ભાગી ગયો છે.
જે બાદ પોલીસે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની મદદથી મુખ્ય આરોપી વિરુદ્ધ ‘ઇન્ટરપોલ રેડ કોર્નર’ નોટિસ જારી કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ મુખ્ય આરોપી યુકેમાં પણ અનેક ગુનાઓમાં વોન્ટેડ છે, જ્યાં સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓએ તેને 2016થી ફરાર જાહેર કર્યો હતો.