News Continuous Bureau | Mumbai
Pune Porsche Accident: મહારાષ્ટ્રના પુણે ( Pune ) શહેરના કલ્યાણીનગર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક અમીર વ્યક્તિના સગીર પુત્રએ લક્ઝુરિયસ પોર્શ ( Porsche ) કાર વડે બે લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેના સાથીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે કાર ચાલક વિરુદ્ધ યરવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આરોપી પુણેના જાણીતા બિલ્ડરનો પુત્ર હોવાનું કહેવાય છે.
Pune Porsche Accident: માત્ર 15 કલાકમાં જ મળી ગયા જામીન
અકસ્માત ( Road Accident ) બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ તેને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારબાદ તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જો કે તે પછી આ આરોપી માત્ર 15 કલાકમાં જ જામીન પર બહાર આવી ગયો હતો. કોર્ટે આરોપીને 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ ( Traffic Police ) સાથે ઊભા રહેવા, ટ્રાફિક બોર્ડને રંગવા અને અકસ્માતો પર 300 શબ્દોનો નિબંધ લખવા માટે ‘કડક’ નિર્દેશો આપ્યા છે. એટલું જ હું આ શ્રીમંત પુત્રને મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
A 17 year old drunk guy rammed his Porsche into a bike, k!ll!ngs 2 innocents.
His millionaire father hired a top lawyers
Accused Vedant Agarwal granted bail within 15 hours.
Milords !!!!!!! 👨⚖️
Bail Conditions for Accused:➡️Write an essay on accident.
➡️Work with Traffic… pic.twitter.com/9qz7XMyo7K— Ankita (Modi Ka Parivar) (@Cric_gal) May 20, 2024
Pune Porsche Accident: આરોપીને પોલીસ દ્વારા વિશેષ સારવાર આપવામાં આવી
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આરોપીને પોલીસ દ્વારા વિશેષ સારવાર આપવામાં આવી હતી. જેને લઈને ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ, આરોપી અને તેના મિત્રોને બપોરે 1.30 વાગ્યાની આસપાસ યરવડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તે સમયે તેમના પરિવારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની પરવાનગી લઈને બહારથી બાળકો માટે પિઝા અને બર્ગર મંગાવ્યા હતા. એક પોલીસકર્મી પાછળથી પોલીસ સ્ટેશન લઈ ગયો.
આ સમાચાર પણ વાંચો: Lok Sabha Election 2024 Phase 5 : પવઈ બાદ હવે ડોમ્બિવલીમાં મતદાન મથકો પર EVM બંધ: , મતદારોની લાગી લાંબી કતારો
Pune Porsche Accident:પબ પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો આરોપી
પુણેમાં 18 મેની રાત્રે આ દુર્ઘટના બની હતી. 17 વર્ષીય સગીર ( young boy ) તેના મિત્રો સાથે 12મું પાસ થવાની ઉજવણી કરવા પબ પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો. લગભગ 2.15 વાગ્યે કારે બાઇક સવારોને ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કાર સાથે અથડાવાને કારણે બાઇક સવાર યુવતી હવામાં કેટલાય ફૂટ ઉછળીને જમીન પર પડી હતી અને યુવક નજીકમાં પાર્ક કરેલી અન્ય કાર સાથે અથડાયો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
Pune Porsche Accident:આ શરતો પર મળ્યા જામીન
પુણે પોલીસ ( Pune Police ) દ્વારા ધરપકડ કરાયેલા કિશોર આરોપીને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા કેટલીક શરતો પર જામીન આપવામાં આવ્યા છે, જેમાં એ પણ સામેલ છે કે આરોપીએ 15 દિવસ સુધી યરવડાની ટ્રાફિક પોલીસ સાથે કામ કરવું પડશે. આરોપીએ અકસ્માત પર એક નિબંધ લખવો પડશે, સારવાર લેવી પડશે અને તેને પીવાનું છોડવામાં મદદ કરવા માટે સંબંધિત ડૉક્ટર પાસેથી મનોચિકિત્સકની સલાહ લેવી પડશે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન; બપોરે 3 વાગ્યા સુધીમાં 38.77 ટકા મતદાન, જાણો સૌથી વધારે ક્યાં થયું
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)