ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 14 જૂન 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકારનાં બેવડાં ધોરણોને કારણે હવે આખું રાજ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે એ સંદર્ભે કોઈ પણ કલ્પના કરવી મુશ્કેલ છે. એક તરફ પોતાની પૉલિસી જાહેર કરી દીધી, જે મુજબ બધી પરિસ્થિતિ ટકાવારી પર આધારિત રાખે છે. આ ઉપરાંત રાજ્યના જે હિસ્સામાં પરિસ્થિતિ સુધરશે એ વિસ્તારમાં બધું ખોલવામાં આવશે એવી જાહેરાત કરી. બીજી તરફ સરકારનાં બેવડાં ધોરણોને કારણે લોકો વિચારમાં પડી ગયા છે.
પુના જેવા શહેરમાં જ્યાં પૉઝિટિવિટી રેટ ૧૧.૧૧ ટકા છે તેમ જ ઑક્સિજનના ખાટલા માત્ર 13 ટકા છે. આ પરિસ્થિતિમાં પુનામાં તમામ દુકાનો અને સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત મૉલ પણ ખોલી નાખવામાં આવ્યા છે.
બીજી તરફ શહેરની અંદર પરિસ્થિતિ પૂર્ણપણે કાબૂમાં હોવા છતાં સરકારે કોઈ છૂટછાટ આપી નથી.
આમ સરકારનાં બેવડાં ધોરણ હોય તો વેપારીઓએ શું કરવું?